શમસેરા સાથે યશરાજની પણ મુશ્કેલી વધી, બેક ટુ બેક ચાર ફિલ્મો ફ્લોપ
બોલિવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ આ વર્ષે તેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. વ્યંગાત્મક રીતે તે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. શુક્રવારે રિલીઝ થયેલી તેની ફિલ્મ શમશેરા 2022માં તેની સતત ચોથી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 10 કરોડથી થોડી વધુની કમાણી કર્યા બાદ બીજા દિવસે પણ સ્થિતિમાં સુધારો થયો નથી અને શનિવારે કલેક્શન લગભગ પહેલા દિવસ જેટલું જ રહ્યું હતું.તે સ્પષ્ટ થઈ ગયું કે, હવે કોઈ ચમત્કાર રહ્યો નથી, જે ફિલ્મને ફ્લોપ થવાથી બચાવી શકે. ચાર વર્ષ પછી રણબીર કપૂરનું આગમન પણ ટિકિટ બારી પર દર્શકોને જમાવી શક્યું નહી.
સુધરા માટે કોઇ જગ્યા નથી
બંટી ઔર બબલી 2, સમ્રાટ પૃથ્વીરાજ, જયેશ ભાઈ જોરદાર પછી , શમશેરા હવે યશ રાજ ફિલ્મ્સ માટે ખોટનો સોદો સાબિત થયો છે. ખાસ કરીને સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા મોટા બજેટની ફિલ્મો હતી. જેમાં યશ રાજ ફિલ્મ્સ તેની લીક બહાર નીકળીને ઇતિહાસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મો ન ચાલવી એ અલગ વાત છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મોને દર્શકોએ સંપૂર્ણપણે નકારી કાઢી હતી.આવી ફિલ્મો બનાવવા બદલ નિર્માતાની ટીકા પણ થઈ હતી. બોક્સ ઓફિસ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, શમશેરાની પહેલા દિવસે 10.25 કરોડની કમાણી કર્યા બાદ બીજા દિવસે પણ આંકડો એટલો જ રહ્યો. રવિવાર અને આવનારા દિવસોમાં આમાં સુધારાનો કોઈ અવકાશ નથી. આવી સ્થિતિમાં, શમશેરાના સપ્તાહના અંતે ફક્ત 30 થી 33 કરોડનું જ રહેશે અને પ્રથમ સપ્તાહ નું કલેક્શન 50 કરોડ રૂપિયાની નજીક જશે. તેનો લાઈફ ટાઈમ બિઝનેસ 60 કરોડની અંદર બંધ થવાનો અંદાજ છે. જ્યારે ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
હવે આગળ શું?
શમશેરાના નિર્માતાઓ સાથે, આ ફિલ્મ રણબીર કપૂર માટે પણ મોટો આંચકો છે કારણ કે તેની બીજી મહત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. શમશેરાના આ પરિણામો બ્રહ્માસ્ત્રના નિર્માતા-નિર્દેશકોની ઊંઘ હરામ કરવા માટે પૂરતા છે. કારણ કે, ફરી એકવાર એ સ્પષ્ટ છે કે દર્શકો હવે નબળા કન્ટેન્ટ જોવા માટે તૈયાર નથી. સ્ટાર્સનો જાદુ પણ કામ નથી કરી રહ્યો. હીરો હોય કે પછી ફિલ્મમાં કેટલા એક્શન અને વીએફએક્સ સીન્સ છે. જો વાર્તા નબળી હોય અને ફિલ્મમાં મનોરંજન ન હોય તો દર્શકો મોંઘી થિયેટર ટિકિટ ખરીદવા તૈયાર નથી.