ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે બનાવ્યો રેકોર્ડ, IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી


રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં 50 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. IPLના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. જ્યારે કેએલ રાહુલ આ યાદીમાં બીજા નંબર પર છે.
Fastest FIFTY in the IPL
Yashasvi Jaiswal brings up his half-century in just 13 deliveries ????????#TATAIPL #KKRvRR pic.twitter.com/KXGhtAP2iy
— IndianPremierLeague (@IPL) May 11, 2023
IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી પચાસ બેટ્સમેન
IPL 2018માં KL રાહુલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 14 બોલમાં ફિફ્ટી બનાવી હતી. આ સાથે જ પેટ કમિન્સ ત્રીજા નંબર પર છે. IPL 2022માં પેટ કમિન્સે 14 બોલમાં આ કારનામું કર્યું હતું. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હતી.