હૈદરાબાદમાં ભાજપ ઉમેદવાર માધવી લતાને આપવામાં આવી Y+ કેટેગરી સુરક્ષા, જાણો કારણ
હૈદરાબાદ, 8 એપ્રિલ: મુસ્લિમ બહુમતી ધરાવતા હૈદરાબાદમાં 1984થી એઆઈએમઆઈએમ જીતતું આવ્યું છે. જેમાં પહેલા સલાહુદ્દીન ઓવૈસી પછી તેના દિકરા અસદુદ્દીન ઓવૈસી અહીંથી સતત જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે ભાજપ પણ ઓવૈસીના ગઢ ગણાતા હૈદરાબાદ સીટ માટે માધવી લતા પર વિશ્વાસ દાખવ્યો છે કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે અને પોતાની હોસ્પિટલ પણ ચલાવે છે. અને હૈદરાબાદમાં લાંબા સમયથી સમાજસેવિકા તરીકે પણ સક્રિય છે.
હિંન્દુત્વ સમર્થક તરીકે જાણીતા માધવી લતાને આપવામાં આવી સુરક્ષા
સોશિયલ મીડિયામાં હિંદુત્વ સમર્થક તરીકે જાણીતા માધવી લતાને કેન્દ્ર દ્વારા કેન્દ્ર દ્વારા ‘Y+’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈબીના થ્રેટ (જોખમ) રિપોર્ટ પછી તેઓને આ પ્રકારની સુરક્ષા આપવામાં આવી છે. ઓેવૈસી સામે ચૂંટણી લડનાર માધવી લતા પોતાના તીન તલાક પરના નિવેદનોના કારણે ચર્ચામાં છે.
માધવી લતાને ‘Y+’ કેટેગરીની સુરક્ષા
માધવી લતાને ‘Y+’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ ‘Y+’ કેટેગરીમાં આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો હોય છે. જેમાંથી 5 પોલીસ સ્ટેટિક જવાન વીઆઈપીની સુરક્ષા માટે તેમના ઘરે અને તેમની આસપાસ હોય છે. જ્યારે 6 પીએસઓ ત્રણ શિફ્ટમાં વીઆઈપીને સુરક્ષા આપતા હોય છે.
હૈદરાબાદ સીટના ભાજપના ઉમેદવાર માધવી લતા
ભાજપ તરફથી લડનાર માધવી લતા પાસે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. પરંતુ તેઓ હિંદુત્વના સમર્થક અને ત્રણ તલાક પર પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. તેઓએ ત્રણ તલાકને નાબુદ કરવા માટે મુસ્લિમ મહિલાઓને સપોર્ટ કર્યો હતો. તેઓ વ્યવસાયે ડોક્ટર છે અને પોતાની હોસ્પિટલ પણ ચલાવે છે. આ સિવાય હૈદરાબાદમાં લાંબા સમયથી સમાજસેવિકા તરીકે પણ સક્રિય છે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા કર્ણાટકમાં 5 કરોડથી વધુની રોકડ, 3 કિલો સોનું અને 68 નંગ ચાંદીની લગડીઓ જપ્ત