Xiaomiએ કર્યો ધમાકો: 10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો 5G ફોન
નવી દિલ્હી, 22 ઓકટોબર, IMC 2024માં, Xiaomiએ સત્તાવાર રીતે તેના 5G ફોન એટલે કે Redmi A4 5Gની જાહેરાત કરી. જો કે, આ સમયે ફોન વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો ન હતો, પરંતુ હવે તેની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. Smartprix તરફથી ફોન સંબંધિત નવી માહિતી સામે આવી રહી છે. આ મોબાઈલ Qualcomm ની ભાગીદારી હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. આ મોબાઇલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 Gen2 એક્સિલરેટેડ એડિશન ઓક્ટા-કોર પ્રોસેસર સાથે પણ આવે છે. ફોનનું બેઝ વેરિઅન્ટ 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવી શકે છે. ફોનમાં 5000mAh બેટરી હોઈ શકે છે.
Xiaomiએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2024 (IMC 2024) દરમિયાન ભારતમાં એક નવો હેન્ડસેટ રજૂ કર્યો છે. તેનું નામ Redmi A4 5G છે, જે એક સસ્તું સ્માર્ટફોન છે. આ મોબાઈલ Qualcomm ની ભાગીદારી હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. Xiaomi આ નવા ચિપસેટ સાથે બજેટ Xiaomi 5G ફોન લોન્ચ કરનાર પ્રથમ બ્રાન્ડ બની છે. કંપનીએ સત્તાવાર રીતે આ ફોનને Redmi A4 5G નામ આપ્યું છે. આ બજેટ 5G સ્માર્ટફોન આ વર્ષના અંતમાં ઉપલબ્ધ થશે. Redmi A4 5Gમાં નવો Snapdragon 4s Gen 2 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ સાથે આ ચિપસેટનો ઉપયોગ કરનારો તે માર્કેટનો પહેલો ફોન બની ગયો છે. તેની ખાસ વાત તેની કિંમત સેગમેન્ટ છે.
જાણો કિંમત વિશે ?
Redmi A4 5G ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે અને તેની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હશે. આ હેન્ડસેટ એફોર્ડેબલ 5G ફોન હશે. જોકે ઘણા Xiaomi Redmi ફોન ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. Redmi A3x હેન્ડસેટ ભારતમાં Xiaomi ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેની કિંમત 7,999 રૂપિયા છે, જેમાં 4 જીબી + 128 જીબી સ્ટોરેજ ઉપલબ્ધ છે. તેમાં 5000mAh બેટરી સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ છે.
જાણો ફીચર્સ વિશે ?
હવે આ ફોનના સંભવિત સ્પેસિફિકેશન વિશે વાત કરીએ. નવો 5G ચિપસેટ 90Hz રિફ્રેશ રેટ સ્ક્રીનને સપોર્ટ કરે છે. આ સાથે તમને ફૂલ HD+ રિઝોલ્યુશન મળશે. હાલમાં, આ શ્રેણીમાં HD રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટવાળા 4G ફોન ઉપલબ્ધ છે. આ ચિપસેટ 8GB RAM અને UFS 3.1 સ્ટોરેજને સપોર્ટ કરે છે. જો કે, અત્યાર સુધી આ રેન્જના બજેટ ફોનમાં 4GB રેમ અથવા મહત્તમ 6GB મેમરી આપવામાં આવે છે. પરંતુ Snapdragon 4s Gen 2 એક મોટું અપગ્રેડ લાવી રહ્યું છે. આ સાથે, એપ્સ ઝડપથી કામ કરશે અને આ ઉપકરણ પર મલ્ટીટાસ્કિંગ વધુ સારું રહેશે. Qualcomm દાવો કરે છે કે આ ઉપકરણો 40W સુધીની ઝડપ પ્રદાન કરી શકે છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે બજેટ 5G ફોનમાં 30W પણ પ્રદાન કરી શકાય છે. જે આ રેન્જમાં ઉત્તમ વિકલ્પ બની શકે છે.
આ પણ વાંચો..હ્યુન્ડાઈના શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ, પહેલા જ દિવસે રોકાણકારોને આંચકો