Xiaomi લાવી રહ્યું છે એક નવું ડિવાઈસ, જે તમારી આસપાસ છુપાયેલા કેમેરાને શોધી કાઢશે
- Xiaomi વિયરેબલ ડિવાઈસને પેટન્ટ કર્યું છે જે એન્ટી-પીપ ફંક્શન પર કામ કરશે અને તમારી આસપાસ છુપાયેલા કેમેરાને શોધી કાઢશે. આ ડિવાઈસ યુઝર્સની ગોપનીયતા માટે ઉપયોગી થશે
HD ન્યૂઝ ડેસ્ક, 01 ફેબ્રુઆરી: Xiaomi કંપની દ્વાર વિયરેબલ ડિવાઈસને પેટન્ટ કરાવ્યું છે, આ ડિવાઈસ તમને તમારી આસપાસના છુપાયેલા કેમેરા વિશે જાણ કરશે. ચીનની ટેક કંપનીનું આ સ્માર્ટ ડિવાઈસ એન્ટી પીપ મેથડ પર કામ કરશે. આ ટેક્નોલોજી દ્વારા કોઈપણ ડિવાઈસ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને સ્ટોરેજ મીડિયાને શોધી શકાય છે. Xiaomi દ્વારા પેટન્ટ કરાયેલ આ ડિવાઈસ તમને છુપાયેલા કેમેરા વિશે જાણ કરશે. જો કે, Xiaomiનું આ વિયરેબલ ડિવાઈસ બજારમાં ક્યારે લૉન્ચ થશે તે હજુ સુધી કન્ફર્મ થયું નથી.
છુપાયેલા કેમેરા હવે આસાનીથી પકડી શકાશે
Xiaomiનું આ વિયરેબલ ડિવાઈસ કેમેરામાંથી લીધેલા ફોટો, ઈમેજ ડેટા તેમજ શૂટિંગ ડિવાઈસના શૂટિંગ એંગલ વિશે માહિતી આપશે. કોઈપણ છુપાયેલા કેમેરા દ્વારા જો કોઈપણ તસવીર કેપ્ચર થાય છે તો આ ડિવાઈસ તરત જ તમને શૂટિંગ એંગલ અને શૂટિંગ ઉપરકરણ વિશે જાણ કરશે.
પેટન્ટ અનુસાર, Xiaomiનું આ વિયરેબલ ડિવાઇસ એન્ટી-પીપ ફંક્શન પર કામ કરે છે. આ ડિવાઈસમાં બિલ્ટ-ઇન કેમેરા છે. જો કે, આ ક્ષણે આ ડિવાઈસ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
એન્ટી – પીપ ફંક્શન પર કામ કરશે
Xiaomi ના હાજર કોઈ પણ વિયરેબલ ડિવાઈસો, જેમ કે સ્માર્ટવોચ, બ્રેસલેટ વગેરેમાં બિલ્ટ-ઇન કેમેરા નથી. જો કે, Mi Rabbit Children’s Watch માં એન્ટી-પીપ કાર્યક્ષમતા આપવામાં આવી છે. આ સિવાય MIJIA સ્માર્ટ ગ્લાસમાં કેમેરા આપવામાં આવ્યો છે, જે એન્ટી-પીપ પ્રોમ્પ્ટ કાર્યક્ષમતાને સપોર્ટ કરે છે. આ સિવાય, ચીની કંપની ઘણા અન્ય પહેરી શકાય તેવા ડિવાઈસો પર કામ કરી રહી છે, જે એન્ટી-પીપ કાર્યક્ષમતા સાથે આવશે.
Xiaomi દ્વારા પેટન્ટ કરાયેલ આ ડિવાઈસ એન્ટી પીપ ફંક્શન સાથે પણ આવી શકે છે. જ્યારે છુપાયેલા કેમેરા નજીકમાં હોય ત્યારે આ ડિવાઈસ યુઝર્સને ચેતવણી આપશે. આ ડિવાઈસ દ્વારા લોકોની ગોપનીયતા સુરક્ષિત કરી શકાય છે.
આ પણ વાંચો: Digi Yatra: 14 નવા એરપોર્ટનો સમાવેશ થશે, મુસાફરોને સુરક્ષા તપાસમાં મળશે સુવિધા