શિ જિનપિંગના ખાસ લી કિયાંગ બન્યા ચીનના નવા વડાપ્રધાન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના લી કિયાંગ ચીનના નવા વડાપ્રધાન બન્યા છે. ગઈકાલે જ શી જિનપિંગને ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી! સિલિકોન વેલી બેંકને લાગ્યા તાળા
ચીનની રાજનીતિમાં મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે. આ ક્રમમાં લી કિયાંગ ચીનના નવા વડાપ્રધાન બન્યા છે. ઝેજિયાંગના ગવર્નર અને શાંઘાઈના પાર્ટી ચીફ રહી ચુકેલા લી કિયાંગ કે જે રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખૂબ નજીકના માનવામાં આવે છે. લી કિયાંગની છબી પ્રો બિઝનેસમેન રાજકારણીની રહી છે. ઓક્ટોબર 2022 માં આયોજિત ચીની સંસદ નેશનલ પીપલ્સ પાર્ટીની બેઠકમાં તેમને નવા પીએમ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ચીનમાં ચાલી રહેલા બે સત્ર દરમિયાન લી કિયાંગના નામ પર મહોર મારવામાં આવતા 10 વર્ષથી નંબર 2ની ખુરશી સંભાળી રહેલા લી કેકિયાંગની ઓફિસનો અંત આવી ગયો છે.
શી જિનપિંગ 10 માર્ચે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા
10 માર્ચે શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા. ચીનમાં શી જિનપિંગની ત્રીજી વખત સત્તા સંભાળવાને ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે. માઓ ત્સે તુંગ પછી આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે દેશના શાસનની લગામ પોતાના હાથથી ચલાવશે.
આ પણ વાંચો : નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં CBIએ તેજસ્વી યાદવને પાઠવ્યું સમન્સ, આજે થઈ શકે છે પૂછપરછ
જિનપિંગ આજીવન ચીનના રાષ્ટ્રપતિ રહેશે
ચીનમાં શી જિનપિંગ શાસન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં CPC કોંગ્રેસ દરમિયાન પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. દરમિયાન, CPC એ તેની તમામ ટોચની નીતિ સંસ્થાઓ માટે નવું નેતૃત્વ પસંદ કર્યું.
એનપીસીના આ વર્ષના વાર્ષિક સત્રને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે વડા પ્રધાન પદ સહિત ચીનની સરકારમાં 10 વર્ષમાં એકવાર નેતૃત્વ પરિવર્તન પર મહોર મારવાનું છે. વડાપ્રધાન રાજ્ય કાઉન્સિલ અને કેન્દ્રીય મંત્રીમંડળની અધ્યક્ષતા કરે છે. વર્તમાન વડા પ્રધાન લી કેકિઆંગનો કાર્યકાળ આ વર્ષના NPC સત્ર સાથે સમાપ્ત થશે.