ટ્રેન્ડિંગસ્પોર્ટસ

WTC FINAL 2023 : સિરાજ અને સ્મિથ વચ્ચે કેમ થઇ ગરમા-ગરમી ? જુઓ વીડિયો

Text To Speech

WTC FINAL 2023 : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.આ સાથે પહેલા દિવસે ટીમ ઇન્ડિયાને વિકેટ માટે તલપાપડ થવું પડ્યું હતું.ભારતીય બોલર મોહમ્મદ સિરાજ-1,શાર્દુલને1 અને શામી ને 1 વિકેટ મળી હતી. ઓવલમાં રમાયેલી મેચનો પ્રથમ દિવસ ભારતીય બોલરો માટે થકવી નાખનારો રહ્યો હતો. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે 251 રનની અણનમ ભાગીદારી કરીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. પહેલા દિવસે જ પોતાની સદી પૂરી કરી હતી પરંતુ સ્મિથ માત્ર 5 રન દૂર હતો.

પહેલા બોલે પુરીં કરી સ્ટીવ સ્મિથે સદી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે 95 રન બનાવીને અણનમ પરત ફરેલા સ્ટીવ સ્મિથે બીજા દિવસની પહેલી જ ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. સ્ટીવ સ્મિથ 121 રન બનાવીને આઉટ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

બીજા દિવસની પહેલી ઓવરમાં થઇ અથડામણ

સિરાજે દિવસની પ્રથમ ઓવર કરી હતી. તેના બીજા અને ત્રીજા બોલ પર સ્મિથે સતત ચોગ્ગા ફટકારીને સદી ફટકારી પુરી કરી હતી.દેખીતી રીતે સિરાજ આ ચોગ્ગાથી ગુસ્સે થયો હતો અને તેનો ગુસ્સો સ્મિથ પર નીકળ્યો હતો. સિરાજ ચોથો બોલ ફેંકવા જતો હતો ત્યારે સ્મિથ છેલ્લી ક્ષણે ક્રિઝની બહાર નીકળી ગયો. આ જોઈને સિરાજ ગુસ્સે થઈ ગયો અને તેણે બોલ ફેંકીને સ્ટમ્પને ફટકાર્યો. જો કે સ્મિથ સ્પાઈડર કેમ તરફ ઈશારો કરવા માંગતો હતો જેને કારણે તેણે પાછું ખેંચવું પડ્યું હતું, તેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ભારતની સફળતા

જોકે, આના થોડા સમય બાદ સિરાજે ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી, જ્યારે સ્ટીવ સ્મિથને થોડા સમય બાદ પહેલા જ સેશનમાં જ શાર્દુલ ઠાકુરે તેનો શિકાર બનાવ્યો હતો.સ્મિથ 121 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ દરમિયાન મોહમ્મદ શમીએ પણ ભારતને સફળતા અપાવી અને કેમેરોન ગ્રીનને સ્લિપમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો.

આ પણ વાંચો : સુરીનામના રાષ્ટ્રપતિ દ્વારા દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કર્યા સન્માનિત

Back to top button