ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

WT20 WC FINAL : દક્ષિણ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા બન્યું T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન

Text To Speech

WT20 WC FINAL : આ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો યજમાન દક્ષિણ આફ્રિકા સામે હતો. જેમાં કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. ફાઇનલ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી અને દક્ષિણ આફ્રિકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા વિજય બન્યું છે.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો.આ મેચ ઓસ્ટ્રેલિયાએ 19 રનથી જીતી લીધી.

બેથ મૂનીએ સૌથી વધુ 74 રન બનાવ્યા

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 156 રન કર્યા હતા.જેમાં બેથ મૂનીએ 53 બોલમાં 9 ફોર,અને 1 સિક્સ વડે કુલ 74 રન બનાવ્યા હતા.જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી શબનિમ ઈસ્માઈલ અને મેરિઝાન કેપે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : કેપ્ટનશિપ પર વિરાટનું દર્દ, કહ્યું- હજુ પણ મને અસફળ કેપ્ટન કહેવામાં આવે છે

Back to top button