ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલની ‘ભારત જોડો યાત્રા’માં ‘ખોટું રાષ્ટ્રગીત’ વાગ્યું, ભાજપે કહ્યું- ‘પપ્પુ’નું નવું કોમેડી સર્કસ

રાહુલ ગાંધીની ‘ભારત જોડો‘ યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. તેઓ અહીં અનેક જાહેર સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન રાષ્ટ્રગીતને બદલે અન્ય ગીત વગાડવામાં આવ્યું હતું. તેના પર મહારાષ્ટ્રના ભાજપ નેતાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં રાષ્ટ્રગીતને બદલે બીજું કોઈ ગીત વગાડવામાં આવ્યું હતું.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાહુલ ગાંધીએ સ્ટેજ પર ઓપરેટરનું માઈક હાથમાં લીધું અને કહ્યું કે હવે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. રાહુલ ગાંધીની સાથે સ્ટેજ પર હાજર તમામ નેતાઓ સાવધાન સ્થિતિમાં ઉભા છે. પરંતુ સંગીત શરૂ થતાં જ રાષ્ટ્રગીતને બદલે બીજું કોઈ ગીત વગાડવામાં આવે છે. આના પર રાહુલે તરત જ અટકાવ્યા અને રાષ્ટ્રગીત વગાડવાનું કહ્યું. આ સમગ્ર ઘટનાને કોઈએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.

કોંગ્રેસને પૂછ્યું, આ શું છે?

વીડિયો શેર કરતી વખતે મહારાષ્ટ્રના ભાજપ નેતા નિતેશ રાણેએ લખ્યું છે કે ‘પપ્પુનું કોમેડી સર્કસ’ તો બીજી તરફ તમિલનાડુના ભાજપ નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે, ‘રાહુલ ગાંધી, આ શું છે?’  સોશિયલ મીડિયા પર સતત આ સવાલ પૂછવામાં આવે છે કે શું રાહુલની ભારત જોડો યાત્રામાં ખરેખર ખોટું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું? આ સવાલના જવાબમાં ભારત જોડો યાત્રાના લાઈવ ટેલિકાસ્ટે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલ બુધવારે વસીમ જિલ્લામાં એક સભામાં આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા.

હાલ આ ઘટના પર કોંગ્રેસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. જોકે, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે સંગીત વગાડ્યા પછી પણ કોંગ્રેસના નેતાઓ સમજી શક્યા નથી કે તે રાષ્ટ્રગીત છે કે નહીં. સંગીત વગાડ્યાની થોડીક સેકન્ડ પછી ગીત શરૂ થયું ત્યારે તેણે તરત જ તેને બંધ કરી દીધું.

જણાવી દઈએ કે આ દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ સતત મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, તેઓ ભાજપ અને RSSની ‘નફરત’ની રાજનીતિ સામે સતત મીડિયાને સંબોધિત કરી રહ્યા છે અને ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.

Back to top button