સ્પોર્ટસ

રેસલર્સ એશિયન ગેમ્સમાં ભાગ લેશે કે નહીં? સાક્ષી મલિકે કરી સ્પષ્ટતા

Text To Speech

બ્રિજભૂષણ શરણ સિંહ કેસ: હરિયાણાના સોનીપતમાં શનિવારે પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન થયું છે. તે દરમિયાન પહેલવાન સાક્ષી મલિકે પત્રકારો સાથે વાત કરતા એશિયન ગેમ્સમાં ભાગ લેવા અંગે માહિતી આપી હતી.

સાક્ષી મલિકે કહ્યું કે, “એશિયન ગેમ્સ ત્યારે જ રમીશું જ્યારે આ કેસનો ઉકેલ આવી જશે. તમે લોકો સમજી શકશો નહીં કે અમે પ્રતિદિવસ કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ.”

આ વર્ષે એશિયન્સ ગેમ્સ-2022નું આયોજન ચીનના હાંગઝૂમાં થવાનું છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબરના મહિનામાં થનારા ગેમ્સ વર્ષ 2022માં આયોજિત થવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે આ રમતોને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

મહાપંચાયતમાં પહેલવાન બજરંગ પૂનિયા પણ સામેલ થયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં બજરંગ પૂનિયાએ કહ્યું કે, “સરકાર સાથે જે વાતચીત અમે કરીને આવ્યા છે, તેને અમે અમારા લોકો વચ્ચે રાખીશું. જે અમારા સપોર્ટમાં ઉભા છે. પછી ભલે તે ખાપ પંચાયત હોય, ખેડૂત સંગઠન કે અન્ય સંગઠન હોય.”

આનાથી પહેલા પાછલા રવિવારે પણ સોનીપતના મુંડલાનામાં ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરતાં મહાપંચાયત થઈ હતી.

આ મહાપંચાયતમાં આરએલડીના નેતા જયંત ચૌધરી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મકિલે પણ હિસ્સો લીધો હતો.

Back to top button