ટોપ ન્યૂઝનેશનલ

જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ ફરી શરૂ, બજરંગે કહ્યું- ‘બ્રિજ ભૂષણની ધરપકડ પછી જ ઉઠશે

  • બ્રિજભૂષણ સિંહ સામે કુસ્તીબાજોએ ફરી મોરચો માંડ્યો
  • બ્રિજભૂષણ સિંહની ધરપકડ નહીં ત્યાં સુધી કરશે વિરોધ
  • રમત મંત્રાલયએ તેમને આપેલ વચન પાડ્યુ ન હોવાનું નિવેદન

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સાથેના વિવાદને લઈને કુસ્તીબાજોએ જંતર-મંતર પર ફરી ધરણા શરુ કર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક બીજી વખત હડતાળ પર બેઠા છે.

કુસ્તીબાજોનું ફરી વિરોધ પ્રદર્શન

કુસ્તીબાજોનું પ્રદર્શન જાન્યુઆરીમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ બંધ રાખી હતી. તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હંગામી ધોરણે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ અને ઓલિમ્પિયન કુસ્તીબાજો વચ્ચેનો વિવાદ ફરી ગરમ થતો જણાય છે. દેશના જાણીતા ઓલિમ્પિયન કુસ્તીબાજો સોનીપતથી દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા છે અને ફરી વિરોધ શરૂ કરી દીધો છે.

આ કારણે ફરી મોરચો માંડ્યો

જાન્યુઆરીમાં જ્યારે ભારતના દિગ્ગજ કુસ્તીબાજ કડકડતી શિયાળામાં જંતર-મંતર પહોંચ્યા ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા દિગ્ગજ ખેલાડીઓએ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ અને કોચ પર જાતીય સતામણી સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી તરત જ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો, પરંતુ ધરણામાં ભાગ લેનાર કુસ્તીબાજોને તેના વિશે કહેવામાં આવ્યું ન હતું. જેના કારણે તેઓ નિરાશ થઈ ગયા અને હવે ફરી જંતર-મંતર પહોંચ્યા છે.

આ વખતે કુસ્તીબાજોએ શું કહ્યું?

આજે ધરણા પર બેસવા આવેલા કુસ્તીબાજોએ રમત મંત્રાલય પર તેમના વચનોથી દૂર રહેવાનો આરોપ લગાવ્યો હતો. કુસ્તીબાજોએ કહ્યું કે સરકારે તેમની સાથે છેતરપિંડી કરી છે, તેમને એક મહિનામાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ હવે ત્રણ મહિના પછી પણ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા કુસ્તીબાજોને આપવામાં આવેલી ખાતરી ખોટી હોવાનું પણ જણાવ્યું હતું.સાક્ષી અને વિનેશએ કહ્યું કે કુસ્તીબાજોને હવે જુઠ્ઠા કહેવામાં આવી રહ્યા છે, જ્યારે તે સત્યની લડાઈ લડી રહી છે. જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ ફરીથી ધરણા પ્રદર્શન ચાલુ રાખશે. કુસ્તીબાજોએ કહ્યું WFI શક્તિશાળી છે તો શું અમને ન્યાય નહીં મળે?

આ પણ વાંચો : ઉનાળુ વેકેશનમાં કાંકરિયા જવાનું વિચારતા હોય તો આ ખાસ વાંચી લેજો, AMCએ લીધો મહત્વનો નિર્ણય

Back to top button