ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુસ્તીબાજોએ ન ફેંક્યા ગંગામાં મેડલ, ખેડૂત નેતા નરેશ ટિકૈતની વાત માની

Text To Speech

જાતીય સતામણીને લઈને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો મંગળવારે ગંગા નદીમાં પોતાના મેડલ વહેવડાવવા હરિદ્વાર પહોંચ્યા હતા. આ દરમિયાન રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ ખૂબ જ ભાવુક દેખાતા હતા. જોકે કુસ્તીબાજોએ પોતાનો નિર્ણય બદ્લ્યો છે.

સમજાવટ બાદ મેડલ ન વહાવવાનો કરાયો નિર્ણય

જોકે, ખેડૂત આગેવાનોએ કુસ્તીબાજોને સમજાવ્યા હતા. સમજાવટ બાદ તેમણે મેડલ ન વડાવવાનો નિર્ણય કર્યો છે. કુસ્તીબાજોએ તેમના મેડલ ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રમુખ નરેશ ટિકૈતને આપ્યા. આ સાથે કુસ્તીબાજો હવે હરિદ્વારથી પરત ફરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરેશ ટિકૈતે કુસ્તીબાજો પાસે પાંચ દિવસનો સમય માંગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિત ઘણા નેતાઓએ કુસ્તીબાજોને તેમના મેડલ નદીમા ન વહાવવાની અપીલ કરી હતી.

ખેડૂત નેતા નરેશ ટિકૈતે શું કહ્યું?

કુસ્તીબાજોને સમજાવ્યા બાદ મિડિયા સાથેની વાતચીતમાં ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું કે, ‘આ માન સન્માનની વાત છે. આ જાતીય સતામણીનો મામલો છે. શરમજનક બાબત કહી શકાય કે એક માણસને બચાવવામાં આખી સરકાર લાગી ગઈ છે. તેમણે કહ્યું કે ખેલાડીઓનું માથું નીચું નહીં થવા દઈએ”

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ, “આખો દેશ સ્તબ્ધ છે. આખા દેશની આંખોમાં આંસુ છે. હવે તો વડાપ્રધાને પોતાનો અહંકાર છોડવો જ જોઈએ.” પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું સમર્થન કર્યું છે. “28 મેના રોજ આપણા કુસ્તીબાજો સાથે હાથાપાઈ વિશે સાંભળીને દુ:ખ થયુ. યોગ્ય વાતચીત દ્વારા કંઈપણ ઉકેલી શકાય છે. વહેલા ઉકેલની આશા છે.”

આ પણ વાંચો: કુસ્તીબાજો ગંગામાં મેડલ વહાવવા હરિદ્વાર પહોંચ્યા, ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ

Back to top button