ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુસ્તીબાજ બજરંગ અને સાક્ષીએ અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત, જાણો- તેમની 5 મુખ્ય માંગણી

Text To Speech

કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક રમત મંત્રી અનુરાગ ઠાકુરના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. બંનેએ અનુરાગ ઠાકુરની સામે પાંચ માંગણીઓ મૂકી. બજરંગ અને સાક્ષીએ કહ્યું કે રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણની ધરપકડ કરવી જોઈએ અને મહિલાને ફેડરેશનની અધ્યક્ષ બનાવવી જોઈએ.

જણાવી દઈએ કે અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું હતું કે સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. અમે તેમને ફરીથી બોલાવ્યા છે. આ પહેલા 24 જાન્યુઆરીએ રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે વાતચીત થઈ હતી, ત્યારબાદ કુસ્તીબાજોએ આંદોલન પાછુ ખેંચ્યું હતું.

તાજેતરમાં 4 જૂને કુસ્તીબાજો અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલવેમાં પોતાની ડ્યુટી જોઈન થઈ ગયા હતા. જેને લઈને ખાપ અને ખેડૂત આગેવાનો નારાજ હતા.

Back to top button