ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

કુસ્તીબાજ બજરંગ પુનિયાને વધુ એક વખત ફટકો, જાણો કારણ

Text To Speech
  • ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો ઈનકાર કરવા બદલ પગલું
  • પુનિયાનો દાવોઃ ટેસ્ટ માટેની કિટ એક્સપાયર ડેટની હતી

નવી દિલ્હી, 23 જૂન, 2024: ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને વધુ એક વખત ફટકો પડ્યો છે. ડોપિંગ ટેસ્ટમાં સહકાર નહીં આપવા બદલ નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) દ્વારા પુનિયાને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદીમાંથી બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અગાઉ પણ બજરંગ પુનિયાને આ જ કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

કુસ્તીબાજ પુનિયાને ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જ પુનિયાને નોટિસ મોકલવામાં આવી છે અને તેનો જવાબ માગવામાં આવ્યો છે. હરિયાણાના સોનેપતમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની ટ્રાયલ દરમિયાન પુનિયાએ ડોપિંગ ટેસ્ટ માટે યુરિન આપવાનો ઈનકાર કર્યો હતો, જેને કારણે NADA દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

એશિયન ક્વૉલિફાયર્સના રાષ્ટ્રીય સ્તરના ટ્રાયલ દરમિયાન NADA દ્વારા પુનિયાને ડોપ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનું કહેવામાં આવ્યું પરંતુ પુનિયાએ સેમ્પલ આપવાનો ઈનકાર કરી દીધો. પુનિયાએ એવો દાવો કર્યો હતો કે ટેસ્ટ માટેની જે કિટ હતી તે એક્સપાયર ડેટની હતી. જોકે, સેમ્પલ નહીં આપવાને કારણે તેને પાંચમી મેએ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે તેને નોટિસ આપવામાં આવી નહોતી. અલબત્ત, આ વખતે NADA દ્વારા તેને સસ્પેન્ડ કરીને 11 જુલાઈ સુધીમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ રેલવેઃ રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર

Back to top button