WPL સૌથી મોંઘી ખેલાડી ફ્લોપ, RCBને એક રન આટલી મોઘી કિંમતે પડ્યો
ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) રૂ. 3.4 કરોડમાં ખરીદી હતી અને આ સાથે તે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સૌથી મોંઘી ખેલાડી બની હતી, પરંતુ તે તેના બેટની ધાર અને કેપ્ટનશિપ સાથે આક્રમકતા બતાવવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ થઈ ત્યારે એવી આશા હતી કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ તે કરશે જે પુરુષોની ટીમ IPLમાં કરી શકી નથી. મતલબ ખિતાબ જીતવો. પરંતુ આ ટીમ પણ નિષ્ફળ રહી અને પ્લેઓફમાં પહોંચી શકી નહીં. તેનું મુખ્ય કારણ કેપ્ટન સ્મૃતિ મંધાનાનું ખરાબ ફોર્મ હતું. મંધાનાને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. આ આશા સાથે કે તે કેપ્ટનશીપ અને બેટ બંનેથી પોતાની ઓળખ બનાવશે અને RCBને WPL ટાઇટલ અપાવશે. પરંતુ તેની કેપ્ટનશીપ કે તેનું બેટ કામ કરી શક્યું નહીં.
RCB મંગળવારે WPLની તેની છેલ્લી મેચ રમી રહી છે અને આ ટીમની સામે મુંબઈ ઈન્ડિયન્સ છે જે શાનદાર રમત બતાવીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પરંતુ આ છેલ્લી મેચમાં પણ મંધાના તેના બેટમાં લાગેલા કાટને દૂર કરી શકી ન હતી અને સસ્તામાં આઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : ICC Odi Rankings:સ્મૃતિ મંધાનાએ 9 મેચમાં 411 રન બનાવ્યા, ટોપ-10માં એકમાત્ર ભારતીય
WPLમાં એક પણ અડધી સદી નહી
સ્મૃતિ મંધાનાએ છેલ્લી મેચમાં ૩ ચોક્કા અને 1 સિક્સર સાથે 25 બોલમાં 24 રન બનાવ્યા હતા. T20માં આ ઇનિંગ ઘણી ધીમી કહેવાય. જો આ સિઝનમાં મંધાનાના પ્રદર્શન પર નજર કરીએ તો તેનો સર્વોચ્ચ સ્કોર 37 હતો, જે તેણે છેલ્લી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે બનાવ્યો હતો. ટીમની પ્રથમ મેચમાં પણ તેનું બેટ સારું ગયું હતું પરંતુ તે તેને મોટી ઇનિંગ્સમાં બદલી શકી નહોતી. મંધાનાએ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં 35 રન બનાવ્યા હતા. તેણે આ લીગની આઠ મેચમાં કુલ 125 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 17.85 રહી છે. તેના બેટમાંથી 19 ચોગ્ગા અને બે છગ્ગા નીકળ્યા છે.
આ પણ વાંચો : WPL 2023 Auction Live: સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી, હરમનપ્રીત પર મુંબઈએ લગાવ્યો દાવ
આવી સ્થિતિમાં RCBએ મંધાના પર જે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા તે બધા પાણીમાં ગયા. RCBએ મંધાના માટે 3.40 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે મંધાના WPLની સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. RCBએ તેના પર આ આશામાં પૈસા ખર્ચ્યા હતા કે તે ટીમને ચમકાવશે અને જીતશે પરંતુ મંધાના પોતે તેના બેટને ચમકાવી ન શકી અને RCBએ તેના પર દાવ લગાવ્યો હતો તે દાવ પ્રથમ સિઝનમાં કામ ન લાગ્યો.
કેપ્ટનશિપના દબાણ ખરાબ પ્રદર્શન?
સ્મૃતિ મંધાનાની ગણતરી હાલમાં મહિલા ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે WPL પહેલા દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ICC મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી અને આયર્લેન્ડ સામે 87 અને ઈંગ્લેન્ડ સામે 52 રન બનાવ્યા હતા. પરંતુ તે મહિલા લીગમાં ચાલી શકી ન હતી. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તે કેપ્ટનશિપના દબાણને સંભાળી શકતી ન હતી. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ કેપ્ટનશિપના કારણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપી શકતા નથી, કદાચ મંધાના સાથે પણ આવું જ બન્યું હોય.