ટોપ ન્યૂઝસ્પોર્ટસ

WPL 2023 : પ્લેઓફમાં પહોંચેલી મુંબઈને 5 વિકેટે યુપીએ હરાવ્યું

Text To Speech

વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે હતો. મુંબઈની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 19.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

યુપીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી

વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈએ આ લીગમાં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. આ તેની પ્રથમ હાર હતી. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે.

અંતિમ ઓવરમાં મળી જીત

યુપીને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 13 રન બનાવવાના હતા. ત્યારે સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્મા ક્રિઝ પર હતા. હેલી મેથ્યુઝે 19મી ઓવરમાં બોલિંગ કરી અને આઠ રન આપ્યા હતા. આ પછી યુપીને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રનની જરૂર હતી. ઇસ્સી વોંગ પ્રથમ બે બોલ પર એકપણ રન આપી શકી ન હતી. સોફી એક્લેસ્ટોને ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને યુપીની ટીમને જીત અપાવી હતી.

હવે કઈ ટીમ કોની સામે ટકરાશે ?

આ સાથે જ યુપીની છ મેચોમાં આ ત્રીજી જીત છે. ટીમ છ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. યુપીની ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં અકબંધ છે. મુંબઈ 10 પોઈન્ટ સાથે ટોપ પર છે અને દિલ્હી કેપિટલ્સ આઠ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. યુપી અને મુંબઈ બંનેને હવે બે-બે મેચ રમવાની છે. યુપીની ટીમ 20 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને 21 માર્ચે છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. જ્યારે મુંબઈની ટીમે 20 માર્ચે દિલ્હી અને 21 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરવાનો છે.

Back to top button