મેગ લેનિંગ એક જાણીતી કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ઘણી વખત ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું પરંતુ તે દિલ્હીને ખિતાબ અપાવી શકી ન હતી.જોકે, લેનિંગે તેના બેટની તાકાત બતાવી હતી અને તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં પ્રથમ નંબર પર છે અને 9 મેચમાં 345 રન બનાવ્યા છે.
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ ગતરોજ બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને આ સીઝનની મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની હતી.
ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ અપાવ્યો હતો. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં બીજા નંબર પર છે અને 10 મેચમાં 332 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા ટીમની દિગ્ગજ ખેલાડી તાહલિયા મેકગ્રા આઈપીએલમાં યુપી વોરિયર્સ ટીમનો સામેલ હતી. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં ત્રીજા નંબર પર છે અને 9 મેચમાં 302 રન બનાવ્યા છે.
હરમનપ્રીત કૌર એક ભારતીય ક્રિકેટર છે જે તમામ ફોર્મેટમાં ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ IPLમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. તેમજ જો રનની વાત કરીએ તો તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં 4 નંબર આવે છે.
હેલી મેથ્યુસ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટર છે જે વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પણ છે. હેલી મેથ્યુસ તેની ટીમમાં ઓલરાઉન્ડરની મહત્વની ભૂમિકા ભજવે છે. તે જમણા હાથનો બેટ્સમેન અને ઓફ બ્રેક સ્પિન બોલર પણ છે. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનમાં 5માં નંબર પર છે અને હેલી મેથ્યુસે 10 મેચમાં 271 રન બનાવ્યા છે.