

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી સામે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 11 રને મેચ હારી ગઈ હતી.
દિલ્હી 136 રનમાં ઓલઆઉટ થઈ
વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 18.4 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાત હજુ પ્લેઓફની રેસમાં અકબંધ
આ જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફની રેસમાં અકબંધ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં બે જીત અને ચાર હાર સાથે છ મેચમાં ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ સાથે જ દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચવામાંથી ચુકી ગઈ હતી. તેને માત્ર એક જીતની જરૂર છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં છ મેચમાં ચાર જીત અને બે હાર અને આઠ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.