WPL-2023 : આવતીકાલથી પહેલી સીઝનનો પ્રારંભ, આ બે ટીમની પ્રથમ મેચ, જાણો કેટલા દિવસ અને ક્યાં જોવા મળશે તમામ અપડેટ ?
દુનિયાની પહેલી એવી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સીઝનનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનમાં 5 ટીમો 23 દિવસ સુધી 20 લીગ મેચ અને બે નોકઆઉટ મેચ સાથે ફાઇનલ મેચ રમશે. જેની શરૂઆતની પહેલી મેચ આવતીકાલે સાંજે 7:30 વાગ્યાથી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ રમાશે. આ ટૂર્નામેન્ટની બધી જ મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
ઐતિહાસિક વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સીઝનમાં 5 ટીમ જોવા મળશે. જેમાં દિલ્હી કેપિટલ્સ (DC), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB), ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્સ (UPW) સામેલ છે.
આ તમામ ટીમના કેપ્ટની પણ પસંદગી થઈ ચુકી છે. જેમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ છે, તો મુંબઈની હરમનપ્રીત કૌર, બેંગલોરની સ્મૃતિ મંધાના, ગુજરાતની બેથ મુની અને યુપીની એલિસા હિલી છે. આ રીતે 3 ટીમની કેપ્ટનશિપ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ કરશે, જ્યારે 2 ટીમની કેપ્ટનશિપ ભારતીય પ્લેયર્સ કરશે.
આ પણ વાંચો : WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ સિઝન માટે કેપ્ટનની જાહેરાત કરી, હરમનપ્રીત કૌરને સોંપાઈ જવાબદારી
ક્યારે અને ક્યાં રમાશે મેચ ?
આ WPL માં કુલ 20 મેચ રમાશે અને તે 4-21 માર્ચ સુધી લીગ સ્ટેજની રમાશે. જેમ IPLની શરૂઆતની સીઝનની રીતે અહીં પણ દરેક ટીમ એકબીજા સાથે 2-2 મેચ રમશે. આ રીતે દરેક ટીમ લીગ સ્ટેજમાં ઓછામાં ઓછી 8 મેચ રમશે. 20 લીગ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. તો બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમની વચ્ચે 24 માર્ચે એલિમિનેટર મેચ રમાશે. હારનાર ટીમ ત્રીજા સ્થાને ફિનિશ કરશે અને જીતનારી ટીમ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ રમશે. લીગ સ્ટેજના 20 મેચ અને ક્વોલિફાયરની 2 મેચ સહિત ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે. આ પછી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ને પહેલું ચેમ્પિયન મળશે.
કુલ 17 દિવસમાં WPL ટૂર્નામેન્ટની 20 લીગ મેચ રમાશે. 5,18,20 અને 21 માર્ચે એક જ દિવસમાં 2 મેચ રમાશે. પહેલી મેચ બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે રમાશે. એલિમિનેટર અને ફાઈનલ મેચ પણ સાંજે 7:30 વાગે રમાશે. જેની તમામ મેચ મુંબઈમાં રમાવવા જઇ રહી છે. 17 અને 19 માર્ચે રેસ્ટ-ડે રહેશે, કારણ કે એ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમ વચ્ચે ભારતમાં વન-ડે સિરીઝ રમાશે. દર્શકો બન્ને જગ્યાએ સમય આપી શકે એ માટે કરીને આ બે દિવસે WPLની મેચ રમાશે નહીં.
આ પણ વાંચો : ઐતિહાસિક ક્ષણ : WPL હરાજીમાં ખેલાડીઓના નામ આવતાં શું હતો ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ ? જુઓ વીડિયો
આ ઐતિહાસિક ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌર અને બેથ મૂની કેપ્ટન તરીકે આમને-સામને હશે. આ મેચ સ્પોર્ટ્સ18 ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તે જ સમયે, તમે Jio સિનેમા એપ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમની ટીમ :
ધારા ગુર્જર, જિંતિમણી કલિતા, પ્રિયંકા બાલા, હીથર ગ્રેહામ, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), હુમૈરા કાઝી, એમેલિયા કેર, હેલી મેથ્યુસ, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સ્ક્રાઇવર, સાયકા ઇશ્કે, ઇસી વોંગ, ક્લો ત્રીઓન સોનમ યાદવ
ગુજરાત જાયન્ટ્સ ટીમ સ્ક્વોડ :
એશ્લે ગાર્ડનર, બેથ મૂની (કેપ્ટન), જ્યોર્જિયા વેરહેમ, સ્નેહ રાણા, અન્નાબેલ સધરલેન્ડ, ડિઆન્ડ્રા ડોટિન, માનસી જોશી, મોનિકા પટેલ, સબીનેની મેઘના, હર્લી ગાલા, પારુણિકા સિસોદિયા, સોફિયા ડંકલી, સુષ્મા વર્મા, તનુજા કંવર. હરલીન દેઓલ, અશ્વની કુમારી, દયાલન હેમલતા, શબનમ શકીલ