વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આજે સમાપ્ત થઈ રહી છે. ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. મુંબઈને 132 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં અંતિમ વિકેટ માટે 24 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાઈ છે.
We are less than 24 hours away from the #TATAWPL Final ⏳#DCvMI | #Final pic.twitter.com/UGv15A7GWT
— Women's Premier League (WPL) (@wplt20) March 25, 2023
ટાઈટલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા
આજે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) એકબીજાની સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સને 72 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ટાઈટલ મેચમાં એન્ટ્રી મેળવી હતી. બંને ટીમોના પ્રદર્શનને જોતા ટાઈટલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. ભારતીય સમય અનુસાર આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ અને મુંબઈની કેપ્ટન હરમનપ્રીત બંને આ ઐતિહાસિક ફાઈનલમાં પોતાની ટીમનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો લીગની પ્રથમ ચેમ્પિયન બનવા માટે ઉત્સુક છે. જોકે, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમાં ટાઈટલ સિવાય અન્ય બાબતો પણ દાવ પર છે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે ટક્કર થશે.
The @DelhiCapitals have had a dream run in the inaugural #TATAWPL season but they are 1️⃣ win away from creating history ????????
Can they do it❓#DCvMI
WATCH their road to the #Final here ????https://t.co/RM1ktqF2So pic.twitter.com/gpAlL7KLP7
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
કેટલી પ્રાઇઝ મની જીતશે
વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ પોતાની ટીમ માટે ખિતાબ જીતવા ઉપરાંત ખેલાડીઓની નજર પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પર છે. રસપ્રદ વાત એ છે કે, આ રેસમાં દિલ્હી અને મુંબઈના ખેલાડીઓ પણ આમને-સામને છે. આ રેસના વિજેતાનો નિર્ણય ફાઈનલ બાદ થશે. વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનની વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 6 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે WPL 2023 રનર-અપ પ્રાઈઝ માટે ટીમ દિલ્હી કેપિટલ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સમાં જે હારશે તે રનર અપ તરીકે ટૂર્નામેન્ટનો અંત લાવશે. તે ટીમને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા આપવામાં આવશે.