IPL-2023સ્પોર્ટસ

WPL 2023 : આજે ડબલ હેડર મેચ, પહેલી હાર ભૂલી ગુજરાત મેદાન સર કરવા તૈયાર

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરુઆત થઈ ગઈ છે. શનિવારે 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં ધમાકેદાર રહી. મુંબઈએ શાનદાર ઇનિંગ રમીને જીત મેળવી હતી. જેમાં ગુજરાતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ તેને પ્રથમ મેચમાં ખરાબ રીતે હરાવ્યું હતુ અને આ હારના 24 કલાકમાં જ ગુજરાત ફરીથી તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશે. રવિવાર, 5 માર્ચે સાંજની મેચમાં ગુજરાત ડબલ હેડરમાં યુપી વોરિયર્સ સામે ટકરાશે.

આ પણ વાંચો : વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના વિવિધ સ્થાનો પર વરસાદ, ભારે પવન સાથે શું છે આજની આગાહી ?

આજે ડબલ હેડર મેચ

વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2023ની ગતરોજથી શરૂ થઈ છે. આજે 5મી માર્ચ સુપર સન્ડે છે કારણ કે આજે ટુર્નામેન્ટનો પ્રથમ ડબલ હેડર જોવા મળશે. ટુર્નામેન્ટની પ્રથમ સિઝનની બે મેચો આજે રમાશે, જેમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.

ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં RCB અને DC વચ્ચે મેચ રમાશે. બીજી તરફ, શનિવારે મોડી રાત્રે મુંબઈ સામેની મેચમાં હારનાર ગુજરાતની ટીમ યુપી વોરિયર્સ સામે ટકરાશે. આ મેચ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે. WPLની પ્રથમ સિઝનમાં ડબલ હેડર મેચ માત્ર 4 દિવસમાં જોવા મળશે.

ડી.વાય.પાટીલ ખાતે 4 માર્ચ શનિવારના રોજ રમાયેલી ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ગુજરાતની ટીમ દરેક મોરચે મુંબઈ સામે ટકેલી દેખાતી હતી. સૌપ્રથમ ટીમે મુંબઈને 207 રનનો મોટો સ્કોર કરવાની તક આપી હતી. પરંતુ નબળી બોલિંગ તેમજ ખૂબ જ નબળી ફિલ્ડિંગના મોટા રોલને કારણે કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારપછી બેટિંગ ખૂબ જ સુસ્ત દેખાતી હતી. પહેલી જ મેચમાં જોવા મળ્યું હતું કે, ગુજરાતની આખી ટીમ માત્ર 64 રનમાં સમેટાઈ ગઈ હતી અને 143 રનથી હારી ગઈ હતી.

WPL 2023 : Humdekhengenews

કેપ્ટનની ઈજા એક સમસ્યા બની ગઈ

ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં આવી હાર કોઈપણ ટીમનું મનોબળ નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાત માટે તેમાંથી બહાર આવવું આસાન નહીં હોય. ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન બેથ મૂની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થવાને કારણે તે પણ મુશ્કેલ છે. હેમસ્ટ્રિંગને કારણે મૂની ગુજરાતની બેટિંગની પહેલી જ ઓવરમાં મેદાન છોડ્યું હતુ અને ફરી પાછી ફરી ન હતી. જેના કારણે ગુજરાતની બેટિંગ પણ ખરાબ થઈ ગઈ હતી. હવે એક દિવસ પછી જ તેનું રમતમાં પાછું ફરવું મુશ્કેલ લાગે છે. તો આજે સાંજે જોવું રહ્યુ કે ગુજરાત લોકોની ઉમ્મીદ પર ખરી ઉતરે છે કે નહીં ?

Back to top button