વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. દિલ્હીએ 19.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી
વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
દિલ્હીની ટીમની પાંચ મેચમાંથી આ ચોથી જીત
બેંગ્લોરની ટીમની આ સતત પાંચમી હાર છે. ટીમ આ લીગમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના પાંચમા સ્થાને છે. આ સાથે જ દિલ્હીની ટીમની પાંચ મેચમાંથી આ ચોથી જીત હતી. ટીમ મુંબઈ સામે એકમાત્ર મેચ હારી ગઈ હતી. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેની પાસે આઠ અંક છે.