વાહ! અબજોપતિ ઉદ્યોગપતિએ ખોલ્યો ખજાનો, ઓલિમ્પિક મેડલ વિજેતાઓને આ કાર આપશે ગિફ્ટ
- ભારતના જાણીતા અબજોપતિ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે પેરિસ ઓલિમ્પિકને લઈને મોટી જાહેરાત કરી
નવી દિલ્હી, 3 ઓગસ્ટ: ભારતના જાણીતા અબજોપતિ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે પેરિસ ઓલિમ્પિકને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર દરેક ભારતીય એથ્લેટને લક્ઝરી એમજી વિન્ડસર(MG Windsor EV) કાર ભેટમાં આપશે. આ કાર ઈંગ્લેન્ડના બર્કશાયર કાઉન્ટીના વિન્ડસરમાં સ્થિત બ્રિટિશ શાહી કિલ્લાથી પ્રેરિત છે. JSW ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ લખતી વખતે આની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, મને ખુશી છે કે અમારા શ્રેષ્ઠ ખેલાડીઓ તેમના સમર્પણ અને સફળતા માટે શ્રેષ્ઠતાના હકદાર છે.
Delighted to announce that every Olympic medalist from Team India will be gifted an MG Windsor, a remarkable car from JSW MG India! Because our best deserve the best, for their dedication and success! 🏅 #MGWindsor #TeamIndia #OlympicPride #RuknaNahinHai@TheJSWGroup @MGMotorIn https://t.co/5kgkoDX8XD
— Sajjan Jindal (@sajjanjindal) August 1, 2024
મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે. 22 વર્ષની મનુ ભાકરે અગાઉ 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો, જ્યારે તેણીએ સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં વધુ એક બ્રોન્ઝ જીત્યો હતો. આ પછી, ત્રીજો મેડલ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં આવેલા સ્વપ્નિલ કુસાલેએ જીત્યો હતો. મતલબ કે, આ ત્રણેય ખેલાડીઓને આ લક્ઝરી કાર મળશે તે નિશ્ચિત છે.
મહત્ત્વપૂર્ણ છે કે, મોરિસ ગેરેજ ઇન્ડિયાએ JSW ગ્રૂપ સાથે મળીને તેની નવી CUV MG વિન્ડસરની જાહેરાત કર્યા પછી સજ્જન જિંદાલની આ પોસ્ટ આવી છે. MGએ જણાવ્યું હતું કે, કારની ડિઝાઇન વિન્ડસર કેસલ (વિન્ડસર, બર્કશાયર કાઉન્ટી, ઇંગ્લેન્ડમાં સ્થિત એક શાહી કિલ્લો)થી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, MG વિન્ડસરને ઉત્તમ કારીગરી, શ્રેષ્ઠતા અને રોયલ્ટીનું પ્રતીક માનવામાં આવે છે. UK સ્થિત કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે, આ કારની ડિઝાઇન શાનદાર છે અને તેને બનાવતી વખતે ખૂબ કાળજી લેવામાં આવી છે.
સજ્જન જિંદાલની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. જેના પર એક યુઝરે લખ્યું હતું કે, “આવી અદ્ભુત ગિફ્ટ માટે અમારા ઓલિમ્પિયનોને શુભેચ્છાઓ! સજ્જન જિંદાલ અને JSW.” બીજાએ લખ્યું કે, “વાહ..! ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહાન પહેલ.” મહત્ત્વપૂર્ણ છે કે, JSW ગ્રુપ પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ જર્સી સ્પોન્સર પણ છે.
આ પણ જૂઓ: ઓલિમ્પિકની બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન સેમી ફાઇનલમાં પહોંચ્યો