વાહ! શાળા સંચાલકનો અનોખો પ્રયોગ, પ્રેમમાં દીકરીઓ ભાગી જવાના બનાવોને રોકવા લેવડાવે છે પ્રતિજ્ઞા
વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં લગ્ન કર્યા પહેલા વાલીની મંજુરી ફરજિયાત લેવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો. આ પ્રતિજ્ઞા મહેસાણાની શાળાઓમાં સામાજિક આગેવાન મનુભાઈ ચોકસી વિદ્યાર્થીનીઓને લેવડાવી રહ્યા છે.
અત્યાર સુધી લેવડાવી 200થી વધું શાળાઓમાં પ્રતિજ્ઞા:
મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન છે. શાળા સંચાલક મંડળ ના પ્રમુખ મનુભાઈ ચોકસી જિલ્લાની તમામ શાળાના વિધાર્થી વિદ્યાર્થિનીઓને આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવે છે. જેમાં હું માતા પિતા ની સંમતિ વગર લગ્ન નહીં કરું, તેવી અત્યાર સુધી મનુભાઈ ચોકસીએ 200 કરતા વધુ માધ્યમિક શાળાઓમાં વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે.
પ્રેમમાં દીકરા દીકરીઓ ભાગીના જાય તે માટે અનોખો પ્રયોગ:
પ્રેમ લગ્નને કારણે ઉભી થતી સ્થિતિ અને અપરિપક્વ વયે દીકરીઓ ભાગી જવાના બનાવોને રોકવા અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાની તમામ માધ્યમિક શાળામાં મનુભાઈ ચોકસી આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે.
મનુભાઈની માંગ, લગ્નની ઉંમર વધારો:
મનુભાઈ ચોકસી યુવક યુવતીઓના લગ્ન કરવાની ઉંમરમાં પણ વધારો કરવા માંગણી કરી રહ્યા છે. જેમાં યુવતીની 18ની જગ્યાએ 21 વર્ષ લગ્ન માટે હોવી જોઈએ અને યુવકની ઉંમર 21 ની જગ્યાએ 25 વર્ષ લગ્ન માટે કરવા માંગ કરી રહ્યા છે. જેથી યુવક યુવતી લગ્ન કરવા સમયે પરિપક્વ હોય. અને આ કરવાથી લવ જેહાદ જેવી ઘટનાઓ પણ અટકશે તેવું મનુભાઈ પટેલ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: પતિ-પત્નીના પ્રેમનું અનોખું ઉદાહરણ, પત્નીના મૃત્યુથી પતિએ સમાધિ પર મંદિર બનાવ્યું