આ પાંચ વૃક્ષની પૂજા કરવાથી ધન સહિત અનેક સમસ્યાનું આવશે નિવારણ
હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને પૂજનીય વૃક્ષ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પીપળાને દેવ વૃક્ષ કહેવામાં આવ્યું છે. વૃક્ષોમાં સૌથી મહત્વપૂર્ણ પીપળાનું વૃક્ષ છે. આ વૃક્ષની પરિક્રમાં કરવાથી કાલસર્પ જેવા ગ્રહ યોગના ખરાબ પ્રભાવથી છુટકારો મળે છે.
પીપળાનું ઝાડ: શાસ્ત્રો અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, તનમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડાઓમાં શ્રીહરિ અને ફળમાં તમામ દેવતાઓ સાથે અચ્યુત ભગવાન વાસ કરે છે. જો પીપળાના ઝાડને રોજ જળ અર્પણ કરવામાં આવે અને રોજ તેના મૂળને સ્પર્શ કરવામાં આવે તો અનેક બિમારીઓનો અંત થઈ જાય છે.
વડનું ઝાડ: હિંદુ ધર્મમાં વડસાવિત્રી નામનો તહેવાર સંપૂર્ણ રીતે વડને સમર્પિત છે. પીપળાના ઝાડ બાદ વડના વૃક્ષનું અનેરું મહત્વ છે. વડમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો વાસ થાય છે. વડના ઝાડને જોવું તે શિવ દર્શન કરવા બરાબર છે. મહિલાઓ વડ સાવિત્રીની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.
બીલીપત્ર: ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. બીલીપત્ર વગર ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ ઝાડના મૂળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે.
આમળાનું ઝાડ: આમળા અગિયારસના દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ પ્રકારે કરવાથી ઘરમાં પૈસાની કમી દૂર થાય છે. ગરીબ અને બ્રાહ્મણને આમળાનું દાન કરો. આ પ્રકારે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આમળાના ઝાડ નીચે બેસીને ભોજન બનાવો અને બ્રાહ્મણોને જમાડો. આ પ્રકારે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
લીમડાનું ઝાડ: લીમડાના ઝાડની પૂજા કરવાથી તમામ દોષ દૂર થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે. પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. લીમડાના ઝાડનું ઔષધીયની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ રહેલું છે. લીમડાના ઝાડને માતા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે, કેટલાક સ્થળોએ આ ઝાડને નીમારી દેવી પણ કહે છે.
લીમડાના પાનના ધુમાડાથી ખરાબ અને નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ મળે છે. તમામ શુક્લ પક્ષની આઠમના દિવસે સવારે 8 વાગ્યે માતા દુર્ગાનો આ ઝાડમાં વાસ રહે છે. વિધિવત્ત પૂજા કરવાથી તમારી તમામ સમસ્યાનું નિવારણ આવે છે. લીમડાના ઝાડની પૂજા કરવાથી લો બીપીની સમસ્યાથી પણ રાહત મળે છે.