ટ્રેન્ડિંગધર્મ

આજે મહાનવમીઃ માં સિદ્ધિદાત્રીનું પૂજન મનોકામના પુર્ણ કરશે, ધન આપશે

Text To Speech

માં દુર્ગાને સમર્પિત નવરાત્રિનો પાવન પર્વ નોમના દિવસે સમાપ્ત થાય છે. આજના દિવસે માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માં સિદ્ધિદાત્રી ભક્તોની મનોકામના પુરી કરે છે અને યશ, બળ તેમજ ધન પ્રદાન કરે છે.

શાસ્ત્રોમાં માં સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે. માં સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માં મહાલક્ષ્મી કમળ પર વિરાજમાન છે. માંના ચાર હાછ છે. માંના હાથમાં શંખ, ગદા, કમળનું ફુલ અને ચક્ર ધારણ કરેલુ છે. માં સિદ્ધદાત્રીને માતા સરસ્વતીનું રૂપ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નોમના દિવસે કન્યા પૂજન કરવાથી જાતકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આજે મહાનવમીઃ માં સિદ્ધિદાત્રીનું પૂજન મનોકામના પુર્ણ કરશે, ધન આપશે hum dekhenge news

નોમની પૂજા વિધિ

સવારે વહેલા ઉઠી, સ્નાનાદિ બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. માંની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા બાદ પુષ્પ અર્પિત કરો. માંને કુમકુમનું તિલક કરો અને પાંચ પ્રકારનો ભોગ પણ લગાવો. માં સ્કંદમાતાનું વધુ ધ્યાન કરો અને માંની આરતી અવશ્ય કરો. નવરાત્રિની નોમના દિવસે માં સિદ્ધિદાત્રીને સીઝનલ ફ્રુટ્સ, ચણા, પુરી, ખીર, નારિયેળ અને હલવાનો ભોગ લગાવો. આમ કરવાથી માં સિદ્ધિદાત્રી પ્રસન્ન થાય છે.

આજે મહાનવમીઃ માં સિદ્ધિદાત્રીનું પૂજન મનોકામના પુર્ણ કરશે, ધન આપશે hum dekhenge news

આ છે માં સિદ્ધાદાત્રીના મંત્રો

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

બીજ મંત્ર

श्री क्लीं ह्रीं वरदायै नम:

સિદ્ધદાત્રી કવચ

ओंकारपातु शीर्षो माँ ऐं बीजं माँ हृदयो।
हीं बीजं सदापातु नभो, गुहो च पादयो॥

ललाट कर्णो श्रीं बीजपातु क्लीं बीजं माँ नेत्र घ्राणो।
कपोल चिबुको हसौ पातु जगत्प्रसूत्यै माँ सर्व वदनो।।

આ પણ વાંચોઃ 31 માર્ચથી આઈપીએલની 16મી સીઝનની શરુઆત થવા જઈ રહી છે

Back to top button