ટ્રેન્ડિંગધર્મ

વરુથિની એકાદશી પર કરો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા, આ છે શુભ મુહૂર્ત

Text To Speech
  • 4 મે, 2024ના રોજ આવતી વરુથિની એકાદશી પર ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા થાય છે.  રાતે 8.38 સુધી એકાદશી તિથિ છે. પારણાનો સમય 5 મે સવારે 5.01થી 8.28 સુધીનો છે

સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. દર મહિનામાં બે એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વરુથિની એકાદશીનું વ્રત કરવાથી ખરાબ ભાગ્યમાં પરિવર્તન આવે છે. ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પાવન વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પદ્મ પુરાણમાં પણ આ વ્રતનો ઉલ્લેખ છે. તેમાં ભગવાન કૃષ્ણએ વરુથિની એકાદશીના લાભ યુદ્ધિષ્ઠિરને જણાવ્યા હતા. આ વ્રત કરનારી વ્યક્તિની ભગવાન વિષ્ણુ દરેક સંકટથી રક્ષા કરે છે. આ દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્રનામના જાપ કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. આ ઉપરાંત આ વ્રત રાખનાર વ્યક્તિએ ચોખાનું સેવન પણ ન કરવું જોઈએ.

વરુથિની એકાદશી પર કરો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા, આ છે શુભ મુહૂર્ત hum dekhenge news

ભગવાન વિષ્ણુના આ રૂપની પૂજા

4 મે, 2024ના રોજ આવતી વરુથિની એકાદશી પર ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા થાય છે. 4 મેના રોજ રાતે 8.38 સુધી એકાદશી તિથિ છે. પારણાનો સમય 5 મે સવારે 5.01થી 8.28 સુધીનો છે.

આ છે વરુથિની એકાદશીની કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે ક્રોધિત થઈને બ્રહ્માજીનું પાંચમું માથું કાપ્યું હતું, તો તેમને શ્રાપ લાગ્યો હતો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીએ વરુથિની એકાદશીનું વ્રત કર્યું હતું. વરુથિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ શ્રાપ અને પાપમાંથી મુક્ત થયા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એક દિવસે વ્રત રાખવાનું ફળ અનેક વર્ષોની તપસ્યા સમાન છે.

આ પણ વાંચોઃ મે મહિનામાં શનિ બદલશે ચાલ, જાણો કઈ પાંચ રાશિઓનો થશે ભાગ્યોદય

Back to top button