આજે ચોથા નોરતે કરો મા કુષ્માંડાનું પૂજન, જાણો શુભ મુહુર્ત અને મંત્રો
- જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે.
Navratri 2023: આજે 18 ઓક્ટોબર, 2023ના દિવસે ચોથું નોરતુ છે. આજના દિવસે દુર્ગા માતાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મા કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મા દુર્ગાએ પોતાની મંદ મુસ્કાનથી પિંડથી બ્રહ્માંડ સુધીનું સર્જન આ સ્વરુપમાં કર્યુ હતુ. મા કુષ્માંડા તેજની દેવીનું પ્રતિક છે. દેવીના કુષ્માંડા સ્વરૂપના દર્શન અને પુજનથી રોગ-શોકનું હરણ થાય છે. યશ, બળ અને ધનમાં વધારો થાય છે. જાણો માના કુષ્માંડા સ્વરુપની પુજા વિધિ, ભોગ, શુભ રંગ અને મંત્રો.
મા કુષ્માંડાનું સ્વરૂપ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે. માન્યતા છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
ચોથા નોરતાનો શુભ રંગ અને ભોગ
નવરાત્રિના ચોથા દિવસે લીલો રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મા કુષ્માંડાને લીલો રંગ અતિશય પ્રિય છે. મા કુષ્માંડાને માલપુઆનો ભોગ અર્પિત કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી મા કુષ્માંડા પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
સૂર્યમંડળમાં રહેવાની શક્તિ
આ દેવીનો વાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ અને ક્ષમતા માત્ર તેમનામાં જ છે. પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના જ તેજથી દશે દિશાઓ પ્રજવલિત છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે.
કુષ્માંડા માનો મંત્ર
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥
सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.
हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
આ પણ વાંચોઃ ગુજરાત: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ મામલે કરાઇ આગાહી