- રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો બેથી અઢી ડિગ્રી જેટલો ઊંચકાયો
- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી
- સુસવાટાભર્યા પવનથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઇ છે
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. જેમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. તેમાં અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. તથા સુસવાટાભર્યા પવનથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઇ છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી સાથે અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. તેમજ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો, ડિસામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોધાયુ હતુ. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. નલિયા અને કંડલામાં તાપમાન 12 ડિગ્રી, ડિસામાં 13 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીમાં પારો 16 ડિગ્રી સાથે ભુજમાં 15 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તેમજ કેશોદ અને વડોદરામાં તાપમાન 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો બેથી અઢી ડિગ્રી જેટલો ઊંચકાયો
અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો બેથી અઢી ડિગ્રી જેટલો ઊંચકાયો છે પરંતુ દિવસ દરમિયાન ઠંડો પવન ફુંકાતા ભર બપોરે પણ લોકો ધ્રુજી ઉઠયાં હતા. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 2.2 ડિગ્રી ઉચકાયુ છે, જ્યારે દિવસ દરમિયાન સતત પવન ફૂંકાતા મહત્તમ તાપમાન 2.3 ડિગ્રી નીચે ઉતર્યો છે. અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી થતાં ઠંડીનું જોર વધ્યું હતુ. પરંતુ તાપમાનનો પારો ઊંચકાઈને 15.5 ડિગ્રીએ પહોચી ગયો છે.