ગુજરાત

ગુજરાતમાં ગરબા આયોજકોની ચિંતા વધી, 108 એમ્બ્યુલન્સ માટે કુલ 13 ઈરજન્સી કોલ્સ આવ્યા

Text To Speech
  • 14 દિવસના 218 કોલ્સની સરખામણીએ નવરાત્રિએ 207 કોલ્સ આવ્યા
  • અમદાવાદમાં ઈમર્જન્સી કોલ્સના 3 કેસ નોંધાયા
  • વાહન અકસ્માત સહિતના કેસમાં 17 ટકા જેટલો ઉછાળો નોંધાયો

ગુજરાતમાં ગરબા આયોજકોની ચિંતા વધી છે. જેમાં 108 એમ્બ્યુલન્સ માટે કુલ 13 ઈરજન્સી કોલ્સ આવ્યા હતા. પહેલા નોરતાએ અકસ્માત કેસ 17% વધ્યા છે. તેમાં 485 દર્દી હોસ્પિટલે ખસેડાયા છે. તેમજ હૃદયરોગ સંબંધિત ઈમરજન્સીમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતની ફરી મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કાર્યક્રમ 

અમદાવાદમાં ઈમર્જન્સી કોલ્સના 3 કેસ નોંધાયા

અમદાવાદમાં ઈમર્જન્સી કોલ્સના 3 કેસ નોંધાયા છે. હૃદયરોગને લગતાં કે અન્ય કોઈ ગંભીર કેસ નહોતા, મોટા ભાગના પડી જવાના કે ચક્કર ખાઈને બેભાન થવા સહિતના કેસ સામેલ હતા. રવિવારે એકંદરે વાહનોની અવર જવરનું પ્રમાણ વધ્યું હતું, એ સ્થિતિમાં વાહન અકસ્માત સહિતના કેસમાં 17 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, પહેલીથી 14મી ઓક્ટોબર સુધીમાં વાહન અકસ્માતના સરેરાશ રોજના 414 કોલ્સ આવ્યા હતા, જોકે રવિવારે 485 ઈરજન્સી કોલ્સ મળ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી રહેશો દંગ 

14 દિવસના 218 કોલ્સની સરખામણીએ નવરાત્રિએ 207 કોલ્સ આવ્યા

ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, રવિવારે દિવસ દરમિયાન ગભરામણ થવા સહિત અજાણી તકલીફના કોલ્સમાં 35 ટકાનો વધારો થયો હતો, છેલ્લા 14 દિવસમાં રોજના સરેરાશ 492 કોલ્સ હતા, જોકે રવિવારે 667 દર્દીને હોસ્પિટલે સારવાર માટે ખસેડવા પડયા હતા. પડી જવા સહિતના કેસમાં 2.65 ટકા જેટલો મામૂલી ઉછાળો જોવાયો હતો, રોજના 379 કોલ્સ સામે 390 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. ગંભીર રીતે માથાના દુખાવામાં રવિવારે 38 દર્દીને હોસ્પિટલે ખસેડવા પડયા હતા. સામાન્ય દિવસોમાં રોજના 24 જેટલા દર્દીને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવતાં હોય છે. હૃદય રોગ સંબંધી ઈમરજન્સીમાં 5 ટકાનો ઘટાડો થયો હતો, છેલ્લા 14 દિવસના 218 કોલ્સની સરખામણીએ નવરાત્રિએ 207 કોલ્સ આવ્યા હતા.

Back to top button