ટ્રેન્ડિંગનેશનલ

હવે Kellogg’s Chocosમાંથી નીકળી ઈયળ, વીડિયો થયો વાયરલ

Text To Speech

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી : હાલ માં જ આપણે ડેરી મિલ્કની ચોકલેટમાંથી જીવતી ઈયળ નીકળવાનો વીડિયો જોયો ત્યાર બાદ વધુ એક આવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં Kellogg’s Chocosના પેકેટમાં જીવાત(Worms found in Kellogg’s Chocos) જોવા મળી રહી છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે(Instagram user) એક હેરાન કરનારો વીડિયો શેર કર્યો છે જેનાથી ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. આ વીડિયો, ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં બાળકોના મનપસંદ કેલોગ્સ ચોકોસના દાણાની અંદર છુપાયેલા જંતુઓ જોવા મળી રહયા છે.

@cummentwalla_69 નામના સોશિયલ મીડિયા યુઝરનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક વ્યક્તિ કેલોગ્સના(Kellogg’s Chocos) ટુકડાના ક્લોઝ-અપ બતાવે છે. અને બીજી વ્યક્તિ રમૂજના સંકેત સાથે, કૅમેરા પાછળ મોટે બોલે છે કે, શું કેલોગ્સે તેમના ઉત્પાદનમાં “પ્રોટીનની વધારાની માત્રા” ઉમેરવાનું નક્કી કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by CUMmentWala (@cummentwala_69)

 

જો કે, આ મજાક નહીં પણ ચિંતાનો વિષય છે. અનેક બાળકો હોંશથી આવા ફૂડ પેકેટ્સ ખાય છે. માત્ર એક ટુકડામાં જ નહિ પરંતુ કેલોગ્સના(Kellogg’s Chocos) અન્ય ટુકડામાં પણ જીવાત જોવા મળી હતી. આ એક અલગ ઘટના ન હતી, પેકેટના તળિયા પણ જીવાતના  પુરાવા દર્શાવે છે.

કેલોગ્સ ઇન્ડિયાએ(Kellogg’s India) તરત જ પ્રતિક્રિયા આપી અને સર્જાયેલી કટોકટી બદલ ખેદ વ્યક્ત કર્યો. તેમણે ખાતરી આપી હતી કે તેમની ઉપભોક્તા બાબતોની ટીમ ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા તેમના સુધી પહોંચશે. “તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમારી ચિંતા સમજવા માટે અમારી ગ્રાહક બાબતોની ટીમ તમારો સંપર્ક કરશે. તમને તમારી સંપર્ક વિગતો અમને ઇનબોક્સ કરવા વિનંતી કરવામાં આવે છે. ”

અયોધ્યાની અનોખી ‘સીતારામ બેંક’, વિદેશઓ પણ ખોલાવી રહ્યાં છે ખાતા, જાણો શું છે ખાસિયત

Back to top button