450 કરોડનો બંગલો, 650 કરોડનું ડુપ્લેક્સ…વરલી સી ફેસ કેમ બન્યો શ્રીમંતોનું ઠેકાણું

મુંબઇ, તા. 8 ઓક્ટોબર, 2025: મુંબઇના પશ્ચિમી સમુદ્ર તટ પર વરલી સી ફેસ ક્યારેક ફરવાનું સ્થલ હતો, જ્યાં કેટલીક ઊંચી ઇમારતો, એકલ દોકલ બંગલાઓ અને હાલમાં બંધ થઇ ચૂકેલી વરલી ડેરી હતી. પરંતુ બાંદ્રા વરલી સી લિંક ખુલ્યો ત્યારથી તેની કિંમતમાં ફેરફાર થવાનો પ્રારંભ 2009થી થઇ ગયો હતો. તેણે ઉપનગરને દક્ષિણ મુંબઇથી અમુક જ મિનીટોના અંતરે લાવી મુકી દીધુ છે, આ ક્ષત્રની કનેક્ટિવીટી સમગ્ર રીતે બદલાઇ ગઇ છે. હવે ચે વિસ્તાર શ્રીમંતોનો રહેવાનું સ્થળ બની ગયું છે.
મુંબઈમાં મલબાર હિલ (Malabar Hill) અને પેડર રોડ એક સમયે અબજોપતિઓનો પરંપરાગત ગઢ માનવામાં આવતો હતો, જે તેમના જૂના, વિશાળ બંગલા અને શાંત વાતાવરણ માટે જાણીતા હતા, પરંતુ હવે શહેરના સૌથી ધનિક લોકો તેમના જૂના બંગલાના વારસાને પાછળ છોડીને વરલી સી ફેસ (Worli Sea Face)ના આધુનિક ‘સ્કાય-વિલાસ’ પસંદ કરી રહ્યા છે.
અબજો રૂપિયાના સોદા
તાજેતરના વર્ષોમાં, દેશના કેટલાક સૌથી મોંઘા રિયલ એસ્ટેટ સોદા અહીં થયા છે. તે સ્પષ્ટ છે કે આ વિસ્તાર મુંબઈના ધનિકો માટે નવું સ્થળ બની ગયું છે. ભૂતકાળના કેટલાક સોદાઓ પર નજર નાખતાં ઘણા નામો સામે આવ્યા છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે અહીં રહે છે.
આ બંગલો 2012માં હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી ₹૪૫૦ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. હવે, અબજોપતિઓની આગામી પેઢી તેમની વિશિષ્ટતા વધારવા માટે વરલી પસંદ કરી રહી છે. ગોદરેજ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તરીકે સેવા આપતા અને હાલમાં ભુલાભાઈ દેસાઈ રોડ પર રહેતી પરમેશ્વર અને આદિ ગોદરેજની પુત્રી તાન્યા દુબાશ, નમન ઝાનાને રૂ. 225.76 કરોડમાં 9,214 ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ખરીદ્યો છે, જેમાં 1,277 ચોરસ ફૂટનો બાલ્કની હતી.
કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટક અને તેમના પરિવારે વરલી સી ફેસ પર રૂ. 400 કરોડથી વધુ કિંમતે એક આખું રહેણાંક મકાન (શિવ સાગર) ખરીદ્યું હતું. આ સોદો પ્રતિ ચોરસ ફૂટ રૂ.2.72 લાખના રેકોર્ડ દરે થયો હતો. દરમિયાન, ફાર્મા જાયન્ટ USV લિમિટેડના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વરલીના નમન ઝાના ટાવરમાં રૂ. 639 કરોડમાં બે ડુપ્લેક્સ ખરીદ્યા હતા, જે ભારતના સૌથી મોંઘા રહેણાંક સોદાઓમાંનો એક છે.
જૂના બંગલામાંથી ‘સ્કાય-વિલા’ તરફ સ્થળાંતર
અરબપતિઓ વરલીના બહુમાળી, વૈભવી એપાર્ટમેન્ટ્સ પસંદ કરી રહ્યા છે તેના ઘણા કારણો છે, જે હવે પરંપરાગત મલબાર હિલ બંગલામાં ઉપલબ્ધ નથી.
BKCની નિકટતા: તે બાંદ્રા-વરલી સી લિંક દ્વારા મુંબઈના નવા વાણિજ્યિક કેન્દ્ર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સાથે સીધું જોડાયેલું છે, જે ઉદ્યોગપતિઓ માટે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે. વરલી સી ફેસ સાથે જોડાતા મુંબઈ કોસ્ટલ રોડનો તબક્કો આ વિસ્તારને મરીન ડ્રાઇવ અને દક્ષિણ મુંબઈના અન્ય ભાગો સાથે થોડા સમયમાં જોડશે.
એકવાર વરલી-સેવરી એલિવેટેડ કનેક્ટર પૂર્ણ થઈ ગયા પછી, વરલી સીધું અટલ સેતુ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક) સાથે જોડાયેલું હશે, જેનાથી નવી મુંબઈ પહોંચવાનું સરળ બનશે, જ્યાં એક નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ આધુનિક કનેક્ટિવિટી સુવિધાઓ જૂના બંગલા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.
લક્ઝરી અને વિશિષ્ટતા
વરલી સી ફેસ પર બનેલા નવા ટાવર પરંપરાગત બંગલા કરતાં વધુ સુવિધાઓ પ્રદાન કરે છે. ગગનચુંબી ઇમારતોના ઊંચા માળ અરબી સમુદ્ર અને બાંદ્રા-વરલી સી લિંકના અદભુત દૃશ્યો પ્રદાન કરે છે, જે ગ્રાઉન્ડ-લેવલ બંગલામાં શક્ય નથી.
આ પણ વાંચોઃ RBIનું મોટું પગલું: બેન્કના આખા બોર્ડને કર્યુ સસ્પેન્ડ, બે અન્ય બેન્કો પર પણ કાર્યવાહી











