દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા હશે PM મોદીની; જાણો ક્યાં બની રહી છે
પુણે: ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનવા જઇ રહી છે. આ પ્રતિમાની ઉંચાઇ 190થી 200 મીટર વચ્ચે હશે અને આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. આ વર્ષે 31 ડિસેમ્બર 2023 પહેલા પીએમ મોદીની આ પ્રતિમાનું અનાવરણ થઇ જશે. પીએમ મોદીની આ મૂર્તિ મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલા લવાસામાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષે ડિસેમ્બર પછી લવાસા આવનારા પ્રવાસીઓ માટે તે વિશેષ આકર્ષણ હશે.
અનાવરણના પ્રસંગે સંયુક્ત રાજ્ય અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિ, ઇઝરાયલ, જર્મની, ફ્રાંસ, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ દૂતાવાસના પ્રતિનિધિ સામેલ થશે. આ પ્રતિમાને બનાવવાની જવાબદારી ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ (DPGC)ને મળી છે.
આ પ્રોજેક્ટના પ્રમુખ અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, ભારત લવાસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભવ્ય પ્રતિમાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. અત્યાર સુધી ગુજરાતમાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો દરજ્જો મળેલો છે. આ વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે, જેની લંબાઇ 182 મીટર (597 ફૂટ) છે.
આ પણ વાંચો-EDએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે પાડ્યા દરોડા, જાણો સમગ્ર મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિમા માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT)એ ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ (DPGC)ને મંજૂરી આપી દીધી છે. આ પ્રતિમા લવાસા સ્માર્ટ સિટીની પરિકલ્પનામાં સિમાચિહ્નરૂપ સાબિત થશે. મહત્ત્વપૂર્ણ છે કે મોનસૂનના મોસમમાં લવાસાની સુંદરતા જોવા લાયક છે. વિશ્વભરના પ્રવાસી અહીં વરસાદનો આનંદ લેવા માટે પહોચે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા સ્વર્ગ જેવો અનુભવ આપે છે. દાસવે વ્યૂપોઇન્ટ લવાસાના સૌથી ફેમસ પ્રવાસન સ્થળમાંથી એક છે.
ડીપીઆઇએલના પ્રવક્તા અનુસાર, લવાસામાં જ્યાં પીએમ મોદીની 200 મીટર ઉંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનશે. એક સંગ્રહાલય, એક સ્મારક ઉદ્યાન, મનોરંજન કેન્દ્ર અને એક પ્રદર્શની હોલ પણ તૈયાર કરવામાં આવશે. પ્રદર્શની હોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિની ઝલક રજૂ કરશે અને નવા ભારતના નિર્માણની તસવીર બતાવશે.
આ પણ વાંચો-EDએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે પાડ્યા દરોડા, જાણો સમગ્ર મામલો