વિશ્વની સૌથી શક્તિશાળી સિંગલ-સિલિન્ડર બાઇક Ducati Hypermotard ભારતમાં લોન્ચ!
- Hypermotard 698 Monoમાં સિંગલ સિલિન્ડર એન્જિન77.5 HPના સેગમેન્ટમાં સૌથી વધુ પાવર આઉટપુટ આપે છે, જે નાની હેચબેક કારના એન્જિન સમાન છે
નવી દિલ્હી, 08 જુલાઇ: ઇટાલિયન મોટરસાઇકલ ઉત્પાદક ડુકાટી(Ducati)એ સત્તાવાર રીતે તેની નવી બાઇક Hypermotard 698 Monoને આજે સોમવારે ભારતીય બજારમાં વેચાણ માટે લૉન્ચ કરી છે. ડુકાટીનો દાવો છે કે, આ વિશ્વની સૌથી શક્તિશાળી સિંગલ-સિલિન્ડર મોટરસાઇકલ છે જે હવે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. તેમાં દુનિયાના સૌથી પાવરફુલ સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 77.5 HPના સેગમેન્ટમાં સૌથી વધુ પાવર આઉટપુટ આપે છે. ભારતમાં સામાન્ય રીતે વેચાતી નાની હેચબેક કારના એન્જિન પણ લગભગ સમાન પાવર આઉટપુટ આપે છે. આ બાઇકને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, ટ્રેક સિવાય તેને શહેરના ટ્રાફિકમાં પણ સરળતાથી ચલાવી શકાય છે.
Ducati Hypermotard 698 Mono | Live. Play. Ride.
Now available in India at ₹ 16.50 Lacs Ex-Showroom India (Ducati Red) #TheSingleLife #Hypermotard698Mono #LivePlayRide pic.twitter.com/PXus9suTam
— Ducati India (@Ducati_India) July 8, 2024
આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ મોટરસાઇકલની પ્રારંભિક કિંમત 16,50,000 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ડુકાટી આ મહિનાના અંત સુધીમાં તેની ડિલિવરી શરૂ કરશે. કંપનીએ આ બાઇકમાં તેની પરંપરાગત ડિઝાઇન ભાષા(Design Language)નો ઉપયોગ કર્યો છે. જેમાં રેસિંગ એસ્થેટિક્સ જોવા મળે છે જે બાઇકને આક્રમક લુક આપે છે.
પાવર અને પરફોર્મન્સ
Hypermotard 698 Monoમાં, કંપનીએ 659 cc ક્ષમતાના સુપરક્વાડ્રો મોનો શોર્ટ-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, તેનું લિમિટર 10,250 RPM પર સેટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ સિંગલ સિલિન્ડર એન્જિન આ સ્પીડ સુધી પહોંચી શક્યું નથી. આ એન્જિન 77.5HPના સેગમેન્ટમાં સૌથી વધુ પાવર આઉટપુટ આપે છે. સમજવા માટે, ભારતમાં વેચાતી નાની હેચબેક કારના એન્જિન પણ લગભગ સમાન પાવર આઉટપુટ આપે છે.
કંપનીનું કહેવું છે કે, આ બાઈકનું મેઈન્ટેનન્સ પણ એકદમ પોસાય તેવું છે. દર 15,000 કિમી પછી એન્જિન ઓઇલ બદલવું પડશે અને 30,000 કિમી પછી વાલ્વ ક્લિયરન્સ ચેક કરવું પડશે. તેના એન્જિનમાં રેસિંગ પિસ્ટન છે જેનો વ્યાસ 116 mm છે. આ સિવાય ટાઇટેનિયમ ઇન્ટેક વાલ્વ આ એન્જિનના પરફોર્મન્સમાં વધુ સુધારો કરે છે.
કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
આ બાઇકમાં 3.8 ઇંચની LCD ડિસ્પ્લે છે. આ સિવાય 5-સ્પોક એલોય વ્હીલ્સ, ‘Y’ ડિઝાઈનની LED હેડલાઈટ, ફ્લેટ સીટ, હાઈ ફ્રન્ટ મડગાર્ડ, શાર્પ ટેલ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) કાર્નરિંગ, ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ, ડુકાટી વિલી કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ, ડુકાટી પાવર લોન્ચ વગેરે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં વિવિધ રાઇડિંગ મોડ્સ છે જેમાં રોડ, સ્પોર્ટ, અર્બન, વેટ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ: વિશ્વનું પ્રથમ ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ થયું લોન્ચ, જાણો શું છે ફાયદા