ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

વિશ્વની સૌથી પાવરફુલ ક્રોસઓવર બાઇક BMW M 1000 XR લોન્ચ, જાણો શું છે કિંમત

  • BMWની M શ્રેણીની ત્રીજી પરફોર્મન્સ આધારિત આ બાઇક ભારતીય બજારમાં થયું ઉપલબ્ધ

HD ન્યૂઝ ડેસ્ક, 14 મે: BMWએ વિશ્વનું સૌથી પાવરફુલ ક્રોસઓવર બાઇક M 1000 XR લોન્ચ કર્યું છે. જેની કિંમત 45 લાખ રૂપિયા છે, જે એક્સ-શોરૂમ મુજબ છે એટલે કે આ કિંમતમાં 15 લાખ રૂપિયાના બજેટવાળી ત્રણ સારી SUV કાર ખરીદી શકાય છે. આ નવી બાઇક કંપનીની જૂની મોટરસાઇકલ BMW S 1000 XR જેવી જ છે અને તેનું સુધારેલું વર્ઝન છે. BMWએ M શ્રેણીની ત્રીજી પરફોર્મન્સ આધારિત આ બાઇક લૉન્ચ કર્યું છે, જે ભારતીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

BMW M 1000 XR વિશે કંપનીનો દાવો છે કે, તે સૌથી પાવરફુલ ટુરિંગ બાઇક છે. તેનું એન્જિન S 1000 RR સુપરબાઈક જેવું જ છે. આ એન્જિનમાં કંપનીની ShiftCam વેરિયેબલ ટાઈમિંગ/લિફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના ટાઇટેનિયમ વાલ્વથી 201 hpની પાવર અને 113 Nmના ટોર્ક જનરેટ થાય છે. આ આઉટપુટ સાથે તે સૌથી શક્તિશાળી ટુરિંગ મશીન બની જાય છે. મજબૂત એક્સિલરેશન માટે બાઈકના પાછળના ભાગમાં મોટા સ્પ્રૉકેટ્સ આપવામાં આવ્યા છે, જેની સાથે બાઇક 278 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે પહોંચી શકે છે.

BMW M 1000 XRની ડિઝાઇન અને સુવિધાઓ

M 1000 XR સુપરબાઈક ક્ષમતા સાથે આવે છે. તેમાં વિશાળ વિંગ્સનો સેટ, ઉત્તમ રેસિંગ સ્ટાઈલ, સ્પોર્ટી ઈલેક્ટ્રોનિક સસ્પેન્શન અને ઉચ્ચ પ્રદર્શનવાળી એમ-બ્રેક્સ આપવામાં આવી છે. બાઇકની ડિઝાઇન ખૂબ જ સ્પોર્ટી ફીલ આપે છે, તેની સાથે આરામ, પ્રેક્ટિકલ હેન્ડલબાર અને ફૂટપેગની સ્પેસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાં 20 લીટર સુધીનું ઈંધણ ભરી શકાય છે અને બાઇકની સીટની ઊંચાઈ 850mm છે. આ સિવાય મોટરસાઈકલમાં ઈલેક્ટ્રોનિક રાઈડર આસિસ્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે.

BMW M 1000 XRમાં અદ્યતન સુવિધાઓ સજ્જ 

આ મોટરસાઇકલમાં મલ્ટિપલ રાઇડિંગ મોડ્સ, પિટલેન સ્પીડ લિમિટર લોન્ચ કંટ્રોલ, રેસ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. આ સિવાય હીટેડ ગ્રિપ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ અને ક્રૂઝ કંટ્રોલ પણ આપવામાં આવ્યા છે.

ભારતીય બજારમાં માત્ર M 1000 XRનું કોમ્પિટિશન વર્ઝન જ ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ 45 લાખ છે. આ મોડલમાં કાર્બન ફાઈબર વ્હીલ્સ, પેસેન્જર ફૂટરેસ્ટ, જીપીએસ લેપ ટાઈમર અને કાર્બન ફાઈબર બોડીવર્ક જોઈ શકાય છે.

આ પણ જુઓ: MG મોટરે 100 Year લિમિટેડ એડિશનના 4 મોડલ કર્યા લોન્ચ, જાણો શું છે કિંમત?

Back to top button