ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં પોતાની અલગ છાપ છોડી રહ્યું છે. ત્યારે ગુજરાત વાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. ગુજરાત એ એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ભારતનું ગૌરવ છે અને હવે રાજ્યમાં 280 એકરનો વિસ્તાર સૌથી ભવ્ય, વિદેશી અને હિંસક પ્રાણીઓ માટે દુનિયાનું સૌથી મોટું ઘર બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.
જામનગર શહેરમાં રિલાયન્સ ગૃપ દ્વારા જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, પરંતુ આ પ્રાણી સંગ્રહાલયના નિર્માણને અટકાવવા માટે થઈને અનેક પ્રકારની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રિલાયન્સ ગૃપ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગરમાં બનવા જઈ રહ્યું છે. તેવામાં અનેક પ્રકારની જાહેર હિતની અરજી આ પ્રાણી સંગ્રહાલયના નિર્માણને અટકાવવા માટે થઈ હતી, જેમાં આ અરજીમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે, શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાણીઓને આ સ્થળ સુરક્ષા આપી શકશે. તો હવે આ પ્રાણી સંગ્રહાલયને લઈને જે જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી. તે તમામ પર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટ આ તમામ અરજીઓનો ફગાવી દીધી છે અને જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. તેને મંજૂરી આપી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી
આ જ મુદ્દો કેરળ હાઈકોર્ટમાં પણ ચાલ્યો હતો, જ્યાં કેરળમાંથી જે પ્રાણીઓ ગુજરાતમાં આવવાના છે. ત્યાં પણ આવી જ એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને આ જ અરજીને કેરળ હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આરજીને ફગાવી દીધા બાદ હવે ગુજરાત હાઇકોર્ટે પણ આ અરજીને અમાન્ય રાખીને પ્રાણી સંગ્રહાલયને લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 22 અને 23 સપ્ટેમ્બરે મળે તેવી શક્યતા