ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

World Yoga Day: PM મોદીના UNમાં યોગ

Text To Speech

PM મોદીએ આજે બુધવારે (21 જૂન) અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે યોગનો અર્થ છે એક થવું. એટલા માટે તમે સાથે આવી રહ્યા છો. આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે.

યોગ ભારતમાંથી આવ્યો છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે અહીં માત્ર નવ વર્ષ પહેલા મને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવાની તક મળી હતી. તેમણે કાર્યક્રમમાં આવેલા લોકોનો આભાર માન્યો અને કહ્યું કે યોગ ભારતમાંથી આવ્યો છે, પરંતુ તે કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીની ચૂકવણીથી મુક્ત છે.

“યોગ એ જીવન જીવવાની રીત છે”

તેમણે કહ્યું કે યોગ એ જીવન જીવવાની રીત છે. તે વિચારો અને કાર્યોમાં એકાગ્રતા પ્રાપ્ત કરવાની એક રીત છે. તે સ્વયં સાથે, અન્ય લોકો સાથે અને પ્રકૃતિ સાથે સદ્ભાવથી જીવન જીવવાની એક રીત છે. ચાલો આપણે યોગની શક્તિનો ઉપયોગ તંદુરસ્ત અને ખુશ રહેવા માટે કરીએ.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે તેમની માહિતી મુજબ આજે લગભગ દરેક દેશના લોકો અહીં હાજર છે. તેમણે વધુમાં કહ્યું કે તમે એકલા અને સમૂહ બંન્ને પ્રકારે યોગ કરી શકો છો. યોગ તમામ ધર્મો અને સંસ્કૃતિ માટે છે.

બાજરી એક સુપરફૂડ છે: PM
તેમણે કહ્યું કે ગયા વર્ષે આખું વિશ્વ 2023ને ઈન્ટરનેશનલ ‘બાજરા વર્ષ’ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકસાથે આવ્યું હતું. બાજરી એક સુપરફૂડ છે. તે એકંદરે આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ માટે પણ સારા છે.

શું કહ્યું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સાબા કોરોસીએ આ દરમિયાન કહ્યું કે મને જાણવા મળ્યું છે કે બ્રહ્માંડમાં અને આપણી અંદર જે શક્તિઓ છે તે સમાન નિયમોનું પાલન કરે છે. અને તે છે સંતુલન પ્રાપ્ત કરવું. યોગ આપણને શારીરિક રીતે બદલી નાખે છે. મને મારી પુત્રી પર પણ ગર્વ છે જે લાંબા સમયથી યોગાભ્યાસ કરી રહી છે. તેના કારણે હું યોગને વધુ સારી રીતે સમજી શક્યો છું.

આ પણ વાંચો: “યોગ વૈશ્વિક આંદોલન બન્યું, આખા સંસારને જોડે છે” : USથી PM મોદી

 

Back to top button