મોટો ફફડાટ: વર્ષ 2060માં દુનિયા ખતમ થઈ જશે? આ મોટા વિજ્ઞાનીએ કરી હતી ડરામણી ભવિષ્યવાણી


HD ન્યૂઝ ડેસ્ક, 15 ફેબ્રુઆરી 2025: આપને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના અંતની ભવિષ્યવાણી ન ફક્ત જ્યોતિષોએ કરી છે, પણ એક પ્રખ્યાત વિજ્ઞાનીએ પણ કરી છે. જેનું નામ આઈઝેક ન્યૂટન છે. તો વળી આઈઝેક ન્યૂટન જેમણે ગુરુત્વાકર્ષણના નિયમોનો આવિષ્કાર કર્યો હતો. આ મહાન વૈજ્ઞાનિકે ન ફક્ત ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરી હતી, પણ એક રહસ્યમય ભવિષ્યવાણી પણ કરી હતી. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, 1704માં લખાયેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2060માં દુનિયાનો અંત થઈ જશે. જો કે તેમણે અંત શબ્દની સાથે રીસેટ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો, જેનાથી એ જાણી શકાય છે કે 2060માં દુનિયાની તબાહી થશે અને દુનિયા એક નવા યુગમાં પ્રવેશ કરી શકશે.
ન્યૂટને આ રીતે કરી હતી ગણતરી
ન્યૂટને બાઈબિલના બુક ઓફ ડેનિયલની તારીખોની ગણતરી કરીને નિષ્કર્ણ કાઢ્યું હતું. જે મુજબ 1260 વર્ષોનો ગાળો 800 ઈસ્વીથી શરુ થઈને 2060માં સમાપ્ત થશે. તેમણે લખ્યું કે, આ બાદમાં પણ થઈ શકે છે, પણ આ અગાઉ સમાપ્ત થવાના કોઈ કારણ દેખાતા નથી. ન્યૂટને તેના માટે જે ભાગ બતાવ્યો હતો, તેમાં 1260 અને ચર્ચના ખાત્માની તારીખ 800 ઈસ્વી કાઢી હતી. જ્યારે રોમન સામ્રાજ્ય બન્યું હતું. તેમાં ન્યૂટને 1260 વર્ષ જોડી દીધા હતા. આ હિસાબથી દુનિયા ખતમ થવાનુ વર્ષ તેમણે 2060 બતાવ્યું છે.
ન્યૂટને કરી હતી ડરામણી ભવિષ્યવાણી
ન્યૂટનની આ ભવિષ્યવાણી ફક્ત એક ડરામણ વાત નથી. હૈલિફેક્સ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ડી. સ્નોબેલનના જણાવ્યા અનુસાર, ન્યૂટન ફક્ત વિજ્ઞાની નથી, પણ એક પ્રાકૃતિક દાર્શનિક પણ હતા. તેમના માટે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે કોઈ કઠોર વિભાજન નહોતા. તેઓ માનતા હતા કે બાઈબલની ભવિષ્યવાણીની વ્યાખ્યા કરવી એટલું મહત્વપૂર્ણ હતુ, જેટલું વિજ્ઞાનીઓની શોધ કરવી. ન્યૂટનની ગણતરીઓને પુરેપુરી તથ્યોના આધાર પર ન માની શકાય, કેમ કે આ ધાર્મિક વિશ્વાસોથી પ્રભાવિત હતી. જો કે આ ભવિષ્યવાણીથી એ સવાલ જરુરથી થાય છે કે શું 2060માં કોઈ મોટું વૈશ્વિક પરિવર્તન થશે?
આ પણ વાંચો: CBSE Board Exam 2025: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આજથી શરુ, આટલી વસ્તુઓ પરીક્ષાખંડ લઈ જઈ શકશે વિદ્યાર્થીઓ