ગુજરાતટોપ ન્યૂઝ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: ગુજરાતમાં વર્ષે આત્મહત્યાના કેસ જાણી રહેશો દંગ

Text To Speech
  • વિશ્વમાં અંદાજે દર 40 સેંકડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે
  • આત્મહત્યા કરનારા 70 ટકા લોકો ડિપ્રેશનની બીમારીથી પીડિત
  • દેશમાં લગભગ દર ચાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો અપનાવે છે

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. આત્મહત્યા કરનારા 70 ટકા લોકો ડિપ્રેશનની બીમારીથી પીડિત હોય છે. જે સારવારથી મટી શકે છે તેમજ 15 થી 29 વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. તેમજ ગુજરાતમાં વર્ષે આઠ હજારથી વધુ આત્મહત્યાના કેસ સામે આવે છે.

દેશમાં લગભગ દર ચાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો અપનાવે છે

દિનપ્રતિદિન આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અંદાજે દર 40 સેંકડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. જ્યારે આપણા દેશમાં લગભગ દર ચાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. કમનસીબે હાલ 15થી 29 વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. જેની પાછળ અભ્યાસ, કારકિર્દીની ચિંતા, વધુ પડતી અપેક્ષા, વ્યસન, પ્રેમમાં નિષ્ફળતા જેવા કારણો જવાબદાર હોવાનું તબીબ જણાવી રહ્યા છે. ગુજરાતમાં દર વર્ષે આશરે આઠથી નવ હજાર લોકો આત્મહત્યા કરે છે, જે દેશમાં છઠ્ઠા ક્રમે છે.

યોગ્ય તબીબી સારવારથી ડિપ્રેશનની બીમારી સંપૂર્ણ સાજી થઈ શકે છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશની ટોચની ગણાતી આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવ વધ્યા છે. વર્ષ 2018થી 2023 દરમિયાન 100થી વધુ વિદ્યાર્થીએ અકાળે જીવનનો અંત આણ્યો છે. જ્યારે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષે સરેરાશ 500 જેટલા આત્મહત્યાના બનાવ બને છે. આત્મહત્યા કરનારા 60થી 70 ટકા લોકો ડિપ્રેશનની બીમારીથી પીડિત હોય છે. જોકે, યોગ્ય તબીબી સારવારથી ડિપ્રેશનની બીમારી સંપૂર્ણ સાજી થઈ શકે છે. જેને લઈ લોકોમાં જાગૃતિ આવે અને આત્મહત્યાના બનાવો અટકાવી શકાય માટે દર વર્ષે 10મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

Back to top button