લાઈફસ્ટાઈલવર્લ્ડ

World Rose day: કેમ આ દિવસ કેન્સર પીડિતોને સમર્પિત છે?

Text To Speech

કેન્સરના દર્દીઓના કલ્યાણ માટે 22 સપ્ટેમ્બરે વર્લ્ડ રોઝ ડે મનાવવામાં આવે છે, અથવા આપણે કહી શકીએ કે આ દિવસ કેન્સરના દર્દીઓ માટે આશાનું પ્રતીક છે કે તેઓ કેન્સરથી જલ્દી સાજા થઈ જશે. આ ‘વર્લ્ડ રોઝ ડે’ અત્યંત સ્પેશ્યલ છે કેમ કે તે કેન્સરના દર્દીઓને સમર્પિત છે. કેન્સર જેવી ઘાતક બીમારીથી લડવાની શક્તિ મળે. આ દિવસ 12 વર્ષની મેલિન્ડા રોઝની યાદમાં મનાવવામાં આવે છે. કેનેડાની મેલિન્ડાને બ્લડ કેન્સર હતું અને ડોક્ટરોએ કહ્યું હતું કે તે ફક્ત બે અઠવાડિયા સુધી જ જીવિત રહી શકશે, પણ તે છ મહિના સુધી જીવી અને એ દરમ્યાન તેણે અન્ય પીડિતો માટે કવિતા, પત્રો લખી તેમનામાં હકારાત્મકતા જગાડી. વર્લ્ડ રોઝ ડેના કેન્સર પેશન્ટ્સને અપાતું ગુલાબ એ તેમનું મનોબળ મજબૂત કરવાનું પ્રતિક છે. તે બાદ 6 મહિના આજના દિવસે મૃત્યુ પામી હતી. આથી તેની યાદમાં કેંસરના પેસન્ટનું મનોબળ વધારવા રોઝ આપવામાં આવે છે.

આ દિવસને રોઝ ડે તરીકે કેમ ઉજવવામાં આવે છે

‘વર્લ્ડ રોઝ ડે’ કેન્સર પીડિતોમાં પ્રેમ, મસ્તી અને તેમાં જિંદગી પ્રત્યે આશાને સંચારિત કરવા માટે મનાવવામાં આવે છે. કારણ કે, ગુલાબનું ફૂલ પ્રેમ અને કાળજીનું પ્રતીક છે. તેથી કેન્સરના દર્દીને ગુલબાનું ફૂલ ભેટ કરવામાં આવે છે. કેન્સર પીડિત લોકોને શારીરિક અને માનસિક બંને રૂપથી મોટું નુકસાન પહોંચેલુ હોય છે આથી આ દિવસે ‘વર્લ્ડ રોઝ ડે’ના પ્રસંગે તેમના પ્રત્યે સકારાત્મકતાની પહેલ કરવામાં આવે છે. જેમાં દર્દી અને તેમના પરિવારને હુફ આપવામાં આવે છે અને તેમને ખુશનુમાં માહોલ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંંચો: World Alzheimer’s Day: શું છે અલ્ઝાઈમર? કેવી રીતે મનુષ્યોને અસર કરે છે

આ દિવસ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે

આ દિવસ કેન્સર સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવા માટે સમર્પિત છે, કારણ કે લગભગ તમામ કેન્સરની સારવારમાં ઘણી બધી શારીરિક પીડા હોય છે, તેથી કેન્સરના દર્દીઓને ખુશ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ કેન્સર સામે લડતા લોકોને જીવવા અને તેમના જીવનમાં ખુશીઓ લાવવા માટે પ્રેરિત કરવાનો છે, આ દિવસ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. `વર્લ્ડ રોઝ ડે` ના દિવસે કેન્સરના દર્દીને કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવાની તાકાત આપવા માટે ગુલાબ આપવામાં આવે છે.

Back to top button