વર્લ્ડ

વધતી મોંધવારીનો હાહાકાર : પેરિસમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

Text To Speech

સમગ્ર વિશ્વમાં મોંઘવારી વઘી રહી છે. ત્યારે દુનિયાના અમીર દેશોમાં સામેલ એવા ફ્રાંસ સહિતના અનેક યુરોપીયન દેશોમાં પણ લોકો સતત વધી રહેલી મોંઘવારીને કારણે પરેશાન છે. વઘતી મોંઘવારીના વિરોદ્ધમાં હવે વિદેશમાં પણ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.

વધતી મોંઘવારીના વિરોદ્ધમા રવિવારના રોજ હજારો લોકો પેરિસના રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ કે તેલ રીફાઇનરીઓમાં પગાર વધારાની માગને લઈને મહિનાઓ સુઘી હળતાળ કરી રહેલા યુનિયનોએ એક સામૂહિક હળતાલની અપીલ કરી હતી.

રોયટર્સના જણાવ્યા અનુસાર, વામપંથી પાર્ટી લા ફ્રાંસ ઈનસૌમિસના નેતા ઝીન લ્યૂક મેલેનચોને આ વર્ષે સાહિતનો નોબલ પુરસ્કાર વિજેતા એની અર્નાક્સ સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે મંગળવારથી સામાન્ય હડતાળ કરવાની અપીલ કરી છે. તેમણે ભીડને કહ્યું કે, આપ એક એવું અઠવાડીયું જીવવા માટે જઈ રહ્યા છો, જેની સામે બીજૂ કંઈ નથી, અમે જ છીએ જેમણે આ માર્ચની સાથે શરુ કર્યું. મેલેનચોને ચાર યૂનિયનોના સમર્થનનો નિર્ણય કર્યો છે. જેમણે પગાર વધારાની માગને ળઈને મંગળવારે હડતાળ અને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે.

ફ્રાંસીસ સરકાર દ્વારા અમુક તેલ રિફાઈનરી શ્રમિકોની માગ કરવાના આદેશ બાદ ચાર યૂનિયનોએ હડતાળના અધિકારની રક્ષામાં મદદ કરવા માટે વિરોધ પ્રદર્શનની પણ અપીલ કરી છે. સરકારના આ પગલાને યૂનિય પોતાના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન તરીકે જોઈ રહી છે. જ્યારે બજેટ મંત્રી ગ્રેબિયલ અટ્ટલે કહ્યું કે, વામપંથી સંગઠન હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવાની કોશિશ કરી રહ્યું છે. જે ફ્રાંસના પરમાણુ યંત્રો અને ફ્રાંસીસી તેલ રિફાઈનરીઓમાં ચાલી રહેલી હડતાળો સ્પષ્ટ જાહેર કરે છે. આજનું પ્રદર્શન એવા લોકોની માર્ચ છે, જે દેશના વિકાસને રોકવા માગે છે.

Back to top button