ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

World Population Day : યુએનનો દાવો, વસતીના મામલે આવતા વર્ષે ચીનને ભારત પાછળ છોડી શકે છે

Text To Speech

જે રીતે હાલમાં વિશ્વમાં વસતીનો વધારો થઈ રહ્યો છે તેમાં ભારતના વસતીના આંકડા ચિંતાજનક બની રહ્યા છે. 11 જુલાઈના વિશ્વ વસતી દિન પર યુનાઈટેડ નેશન્સ તરફથી જાહેર કરેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, ભારત આવતા વર્ષે વસતીના મામલે ચીનના પાછળ છોડી શકે છે. તેમજ દુનિયાની વસતી પણ નવેમ્બર 2022ના મધ્ય સુધી દુનિયાની વસતી 8 બિલિયને પહોંચી જશે.

યુએનના રિપોર્ટ અનુસાર 2022માં ભારતની વસતી 1.412 અરબ છે, જ્યારે ચીનની વસતી 1.426 અરબ છે. અનુમાન છે કે ભારતમાં 2050માં 1.668 બિલિયનની વસતી હશે, જે સદીના મધ્ય સુધી ચીનના 1.317 બિલિયન લોકો કરતા ખૂબ વધારે છે.

દુનિયાની વસતી 1950 બાદથી સૌથી ઓછી ગતિથી વધી રહી છે, જેમાં 2020માં એક ટકાનો ઘટાડો આવ્યો હતો. યુએનના વર્તમાન અનુમાનમાં કહેવામાં આવ્યુ છે કે 2030 સુધી દુનિયાની વસતી 8.5 બિલિયન અને 2050 સુધી 9.7 બિલિયન સુધી પહોંચી જશે. રિપોર્ટ અનુસાર 2080 સુધી દુનિયામાં 10.4 બિલિયનની આસપાસ લોકો હશે.

આ સ્થાનો પર સૌથી વધારે વધી વસતી

2022માં દુનિયાના બે સૌથી વધારે વસતીવાળા વિસ્તાર પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા છે. અહીં 2.3 બિલિયન લોકો રહે છે જે વૈશ્વિક વસતીના 29 ટકા છે. મધ્ય અને દક્ષિણ એશિયાની વસતી 2.1 બિલિયન છે. જે કુલ વિશ્વ વસતીના 26 ટકા છે. 2022માં 1.4 બિલિયન વસતીની સાથે ચીન અને ભારત આ વિસ્તારમાં સૌથી વધારે વસતી માટે જવાબદાર છે.

Back to top button