વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ : પર્યાવરણના સંરક્ષણ માટે ‘કન્ઝર્વેશન એમ્બેસેડર’ બનાવવાની અનોખી પહેલ
અમદાવાદ: આજે 28 જુલાઈ એટલે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. આજે એક એવા કોર્પોરેટની વાત શેર કરવી છે જે પ્રકૃતિના સંરક્ષણ માટે ભાવિ પેઢીને તૈયાર કરી રહ્યું છે. આધુનિક ટેક્નોલોજી અવનવા સંશોધનો અને નવીનતાઓ તેમની સાથે પર્યાવરણ પર આડઅસરો પણ લઈને આવે છે. તેથી પ્રકૃતિને અનુરૂપ યોગદાન કરી પર્યાવરણને બચાવવા સતત પ્રયત્નશીલ રહેવુ અત્યંત આવશ્યક છે. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા ગ્રીનમોસ્ફિયર શીર્ષક હેઠળ કરવામાં આવેલી પહેલ અન્ય કોર્પોરેટ્સ માટે પણ અનુકરણીય છે.
ગ્રીનમોસ્ફિયર પહેલ અંતર્ગત યુવા પેઢી દ્વારા કુદરતનું જતન કરવાની નેમ રાખવામાં આવી છે. યુવાનોને પર્યાવરણને બચાવવાની મુહિમ આગળ ધપાવે તેવું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે તેથી ભારતનું ભાવિ આપણા બાળકોના હાથમાં છે. ગ્રીનમોસ્ફિયર પ્રોજેક્ટ હેઠળ CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) – ATGL ગ્રીનમોસ્ફિયર સ્ટુડન્ટ્સ ક્લબમાં 30 પસંદગીની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સહભાગી વિદ્યાર્થીઓને ભવિષ્યના ‘કન્ઝર્વેશન એમ્બેસેડર’ બનાવવા તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરે સર્જ્યો ઇતિહાસ, માછીમારોના બાળકોએ ધો-10માં મેળવ્યું શ્રેષ્ઠ પરિણામ
આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને પૃથ્વી ગ્રહના નાગરિકોના જીવનમાં ભારે પાયમાલી સર્જાઈ છે. એટલું જ નહીં, આગામી દાયકાઓમાં તે વધુ ખરાબ થશે તેથી આ પ્રોજેક્ટ હેઠળ બાળકોને પરિવર્તન એજન્ટ બનાવવા ભાર મૂકવામાં આવ્યો છે. શાળા-સ્તરે ચાલી રહેલી આ ઝુંબેશમાં ઊર્જા, પાણી, ખોરાક, કચરામાંથી શ્રેષ્ઠ વસ્તુઓ બનાવવી અને સામુદાયિક જવાબદારી સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
પસંદગી પામેલી 30 શાળાઓ પૈકી દરેકમાંથી લગભગ 120 વિદ્યાર્થીઓને જવાબદાર ઉર્જા વપરાશકારો બનાવી સંરક્ષણના એમ્બેસેડર તરીકે ભરતી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં ઉર્જા વપરાશ પેટર્નમાં ફેરફાર લાવવા માટે મનોરંજક પ્રવૃત્તિઓ સાથે ઇન્ટરેક્ટિવ શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ સહભાગી પ્રવૃત્તિઓ દ્વારા ઊર્જા, વૈકલ્પિક સ્વરૂપો, પર્યાવરણીય અસરો, ઊર્જાનું સંરક્ષણ કેવી રીતે કરવું, હરિયાળા વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરવો અને સૌથી અગત્યનું શાળા અને તેમના ઘરમાં ઊર્જા વપરાશનું નિરીક્ષણ કેવી રીતે કરવું તે વિશે માહિતગાર થશે.
ત્યારબાદ સૌથી વધુ સક્રિય વિદ્યાર્થીઓની ઓળખ કરી “સંરક્ષણ એમ્બેસેડર” ની ટીમ્સ બનાવવામાં આવશે. આ સંરક્ષણ એમ્બેસેડર એવા આગેવાનો હશે જે ઉર્જા સંરક્ષણનો સંદેશ લોકો સુધી રસપ્રદ રીતે પહોંચાડવા પ્રદર્શનો, શેરી નાટકો, ચિત્ર સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આવી કોર્પોરેટ પ્રતિબદ્ધતા જૈવવિવિધતા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જંગલો, વન્યજીવન, ઇકોસિસ્ટમ્સને થતા નુકસાનને અટકાવી શકે છે. જ્યારે આપણે નાનપણથી જ બાળકોમાં પર્યાવરણની જાળવણીના મહત્વને સમજાવીશું તો, તેઓ ભવિષ્યમાં લેનારા નિર્ણયો અંગે સભાન થશે. આ મુહિમ બાળકોમાં પર્યાવરણને અનુકૂળ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરશે. અને આખરે તે આપણી ધરતીનું ભવિષ્ય નક્કી કરશે.