World Music Day: વજન પણ ઘટાડી શકે છે મ્યુઝિક, જાણો અન્ય ફાયદા
- 21 જુને ઇન્ટરનેશનલ યોગા ડે સાથે વર્લ્ડ મ્યુઝિક ડે
- મ્યુઝિકનો જાદુ કંઇક એવો છે કે ખરાબ મુડને સારો કરી દે છે
- સર્જરી પહેલા થતી એન્ગ્ઝાઇટી મ્યુઝિકથી દુર થાય છે
જ્યારે પણ મુડ ખરાબ હોય ત્યારે તમે તમારુ મનપસંદ મ્યુઝિક સાંભળતા હશો, ન સાંભળતા હો તો એ કામ આજથી જ સ્ટાર્ટ કરી દો. તે મુડને બુસ્ટ કરવામાં મદદ કરે છે. દર વર્ષે 21 જુને ઇન્ટરનેશનલ યોગા ડેની સાથે વર્લ્ડ મ્યુઝિક ડે પણ મનાવવામાં આવે છે. તેની શરૂઆત 1982ના રોજ ફ્રાંસમાં થઇ હતી. દુનિયાભરમાં લગભગ 32થી વધુ દેશમાં વર્લ્ડ મ્યુઝિક ડે મનાવવામાં આવે છે. મ્યુઝિકનો જાદુ કંઇક એવો છે કે ખરાબ મુડને સારો કરી દે છે. કદાચ જ કોઇ એવી વ્યક્તિ હશે જેને સંગીત પસંદ નહી હોય. મ્યુઝિક સાંભળવાથી મુડ તો બદલાય છે, પરંતુ તેનાથી તમારી હેલ્થને પણ ફાયદો થાય છે. જો તમે કોઇ મનપસંદ સંગીતને સાંભળો છો તો તે તમારી હેલ્થને પણ ફાયદો કરે છે.
સર્જરીમાં ફાયદાકારક છે મ્યુઝિક
અભ્યાસમાં ખુલાસો થયો છે કે સર્જરી પહેલા મ્યુઝિક સાંભળવુ કોઇ એનેસ્થેસિયાની જેમ કામ કરે છે તેનાથી નર્વ્સને રિલેક્સ થવામાં મદદ મળે છે. સર્જરી પહેલા થતી એન્ગ્ઝાઇટી મ્યુઝિકથી દુર થાય છે.
હાર્ટને હેલ્ધી રાખે છે મ્યુઝિક
રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે મ્યુઝિક સાંભળવાથી હાર્ટમાં બ્લડ ફ્લો સરળ રીતે થાય છે. સાથે સાથે હાર્ટ રેટ પણ ઘટે છે. બ્લડ પ્રેશરને લો કરવામાં પણ મદદ મળે છે.
મુડને બુસ્ટ કરે છે
મ્યુઝિક સાંભળવાથી મુડ સુધરે છે. તે મગજમાં ડોપામાઇન હોર્મોનના પ્રોડક્શનને વધારે છે. જેની મદદથી એન્ગ્ઝાઇટી અને ડિપ્રેશનમાં રીલીફ મળે છે. મ્યુઝિક સીધુ મગજના ભાગ અમિડગાલામાં પ્રોસેસ થાય છે, જે મુડ અને ઇમોશન માટે જવાબદાર હોય છે.
સ્ટ્રેસ અને ડિપ્રેશન ઘટાડે છે
ઘણા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે બાયોકેમિકલ સ્ટ્રેસ ટ્રિગર કરવા પર મ્યુઝિક મગજને શાંત કરે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. ડિપ્રેશનના કારણે આપણે ખૂબ લો ફીલ કરીએ છીએ. મ્યુઝિક સાંભળીને ખુદમાં એનર્જી જેવુ ફીલ થાય છે.
યાદશક્તિ વધે છે
અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીનો કોઇ સ્થાઇ ઇલાજ નથી, પરંતુ મ્યુઝિક થેરેપી આ તમામ લક્ષણોમાં રાહત આપે છે. તે યાદશક્તિ વધારવાી સાથે દર્દીઓમાં કોમ્યુનિકેશન પણ પ્રોપર કરે છે.
વજન ઘટાડવામાં કરે છે મદદ
મ્યુઝિક વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મ્યુઝિક સાંભળીને એક્સર્સાઇઝ કરવાથી બોડીનું એન્ડ્યુરેન્સ લેવલ વધે છે અને વધુ ઝડપથી એક્સર્સાઇઝ કરવામાં મન લાગે છે. આ કારણે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પણ ઝડપથી થાય છે.
ડાયટ ઓટોમેટિક થઇ જાય છે
અભ્યાસમાં ખુલાસો થયો છે કે લો લાઇટ અને ધીમા અવાજમાં સંગીત સાંભળીને જમવાથી ખાવાનું ઓછી માત્રામાં કન્ઝ્યુમ થાય છે. આ કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
આ પણ વાંચોઃ હર્ષ સંઘવીની ભગવાન સાથે સરખામણી કરનાર દંપતિ કોણ? કહ્યું- તમે અષાઢી બીજે અમારા માટે શ્રીકૃષ્ણ બનીને આવ્યા