94 વર્ષ, 9 ટીપાં… આ દેશમાં 1930થી ચાલી રહ્યો છે વિશ્વનો સૌથી લાંબો વૈજ્ઞાનિક પ્રયોગ
સિડની, તા. 18 નવેમ્બર, 2024: વિજ્ઞાનમાં પ્રયોગોનું મહત્ત્વ ખૂબ જ છે. ઘણા પ્રયોગો લાંબા સમય સુધી ચાલતા હોવાથી ધીરજની ખૂબ જરૂર પડે છે. કેટલાક લાંબા પ્રયોગો સાથે પણ આવું જ થાય છે. લગભગ 100 વર્ષથી એક પ્રયોગ ચાલી રહ્યો છે અને હજુ સુધી સમાપ્ત થયો નથી તેમ કહેવામાં આવે તો આશ્ચર્ય જરૂર થાય. તેને વિશ્વના સૌથી ધીમા પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં એક પદાર્થના ટીપાં ખૂબ જ ધીમેથી પડી રહ્યા છે અને અત્યાર સુધી માત્ર 9 ટીપાં જ પડ્યા છે.
કોણે શરૂ કર્યો હતો પ્રયોગઆ ખાસ પ્રયોગ 1930માં ઓસ્ટ્રેલિયાના ભૌતિકશાસ્ત્રી થોમસ પાર્નેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેઓ રોજિંદા પદાર્થોના આશ્ચર્યજનક ગુણધર્મો બતાવવા માંગતા હતા. આ પ્રયોગમાં, તેઓએ પિચ ડ્રોપ પ્રયોગ માટે ટાર પિચ નામના અત્યંત ચીકણા પદાર્થનો ઉપયોગ કર્યો હતો.
કોલ ટાર પિચ એ નરમ થી કટક અને બરડ પદાર્થ છે, અને તે કાળુ અને ચીકણુ પ્રવાહી છે. જે કાર્બનિક પદાર્થોના ભંગાણ દ્વારા રચાય છે. તે મુખ્યત્વે કન્ડેન્સ્ડ-રિંગ સુગંધિત હાઇડ્રોકાર્બનના જટિલ મિશ્રણથી બનેલું છે. તે પાણી કરતાં 100 અબજ ગણું વધુ ચીકણું અને મધ કરતાં 20 લાખ ગણું વધુ ચીકણું છે. આ વિચિત્ર પદાર્થ ઘન લાગે છે, પરંતુ વાસ્તવમાં તે પ્રવાહી છે. જ્યારે તેને હથોડાથી મારવામાં આવે ત્યારે તે કાચની જેમ તૂટી પણ શકે છે.
If you’re ever frustrated with an experiment, consider the example of the Queensland Pitch Drop Experiment begun in 1927, the longest running experiment… and I want to really make this land for you… STILL HAS NOT technically yielded a single direct observation as of 2022. pic.twitter.com/YaR1e2NAhM
— c0nc0rdance (@c0nc0rdance) November 20, 2022
પ્રયોગના ભાગરૂપે, પાર્નેલે ટાર પિચને ગરમ કરી અને તેને કાચની ફનલમાં રેડ્યું. ત્યારબાદ તેને ત્રણ વર્ષ સુધી ઠંડુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રયોગ 1930માં શરૂ થયો હતો. પીચને ધીમે ધીમે ટપકવા દેવા માટે ફનલના તળિયે કાણું પાડવામાં આવ્યું હતું.
જેમણે પ્રયોગ શરૂ કર્યો તેઓ જ આશ્ચર્યજનક રીતે પડી રહેલા ટીપાંને જોઈ શક્યા નથી. આ ટીપાં એટલી ધીમી ગતિએ પડી રહ્યા છે કે ફનલમાંથી અત્યાર સુધીમાં માત્ર 9 ટીપાં જ પડ્યા છે. સૌથી મોટી વાત એ છે આ પ્રયોગ શરૂ કરનારા ભૌતિકશાસ્ત્રી થોમસ પાર્નેલ, પ્રોફેસર જ્હોન મેન્સ્ટન તથા પ્રયોગની દેખરેખ રાખતા અન્ય વૈજ્ઞાનિકોએ ક્યારેય ઘટાડો જોયો નથી.
1930માં ફનલને કાપીને ગોઠવવામાં આવી હોવા છતાં, પ્રથમ ટીપુ 1938 સુધી પડ્યું નહોતું. ટીપાં વચ્ચે 8-9 વર્ષનું અંતર છે. જોકે, છેલ્લું ટીપું એપ્રિલ 2014માં પડ્યું હતું હતો, જે વર્ષ 2000માં આઠમું ટીપુ પડ્યા પછી 14 વર્ષ પછી હતો. પીચના પ્રવાહનો દર તાપમાનમાં ફેરફાર અનુસાર બદલાય છે.
Did you know?
There’s an experiment that has been continuously running since 1927. In this time, only 9 drops have fallen.
The most famous pitch drop experiment was set up by physicist Thomas Parnell at the University of Queensland in 1927.
During 88 years, the funnel has… pic.twitter.com/be83nmGAYY
— Massimo (@Rainmaker1973) January 29, 2024
ટીપાં ક્યારે પડે છે?
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અત્યાર સુધીના સૌથી લાંબા વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે નામ આપવામાં આવ્યું છે. પ્રથમ ટીપું 1938માં, બીજું 1946માં, ત્રીજું 1954માં, ચોથું 1962માં, પાંચમું 1970માં, છઠ્ઠુ 1979માં, સાતમું 1988માં, આઠમું 2000માં અને નવમું 2014માં પડ્યું હતું. આ પ્રયોગ તેના 100મા વર્ષની નજીક છે.
તફાવત કેવી રીતે આવ્યો?
જો અવલોકન કરવામાં આવે તો, આ 9 ટીપાંના પડવાની ગતિ એક દરે બદલાતી નથી. પ્રથમ પાંચ ટીપાં વચ્ચે સતત 8 વર્ષનો તફાવત હતો. આ પછી, 9 નું અંતર શરૂ થયું, જે છઠ્ઠા અને સાતમા ટીપાં સાથે રહ્યું. પરંતુ 8મા ટીપાંને 12 વર્ષ લાગ્યા અને પછી 9મા ટીપાને 14 વર્ષ લાગ્યા છે. ત્યારથી 10 વર્ષ વીતી ગયા છે અને તે 2028 પહેલા પડવાની અપેક્ષા નથી.
ક્યાં જોઈ શકાય છે આ પ્રયોગ
જો તમે આ પ્રયોગ જોવા માંગતા હો, તો તમારે ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના પાર્નેલ બિલ્ડિંગમાં જવું પડશે, જે લાઇવ સ્ટ્રીમ પણ ઉપલબ્ધ છે. યુનિવર્સિટીનું કહેવું છે કે 2014માં 483 લોકોએ લાઇવ વેબકેમ દ્વારા 9મો ડ્રોપ જોયો હતો.
View this post on Instagram