World Kidney Day: ગુજરાતમાં અંગદાનમાં કિડની મળે તે માટે 1,150 જેટલા દર્દીઓ વેઈટિંગમાં
- વગર કોઈ લક્ષણોએ પણ કિડની ફેલ્યોરના કિસ્સા સામે આવતાં હોય છે
- પુખ્ત વય જ નહિ પરંતુ નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરનું પ્રમાણ વધ્યુ
- અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં જ આશરે 150 જેટલા બાળકો ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં
આજે World Kidney Day છે. જેમાં ગુજરાતમાં અંગદાનમાં કિડની મળે તે માટે 1,150 જેટલા દર્દીઓ વેઈટિંગમાં છે. તેમજ 150 બાળકો પણ ટ્રાન્સપ્લાન્ટની રાહ જુએ છે. અંગદાનમાં ગુજરાત પશ્ચિમ બંગાળ સહિતના છ રાજ્યો કરતા પાછળ છે. બીમારીની શરૂઆતના તબક્કે સંતુલિત ખોરાક, વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં હીટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત, અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર
પુખ્ત વય જ નહિ પરંતુ નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરનું પ્રમાણ વધ્યુ
14મી માર્ચે ‘વર્લ્ડ કિડની ડે’ છે ત્યારે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે કિડનીની બીમારીમાં પીડાઈ રહેલા 1,100થી 1,150 જેટલા દર્દી અંગદાન માટે વેઈટિંગમાં છે. અંગદાનમાં કિડની મળે અને ટ્રાન્સપ્લાન્ટથી નવી જિંદગી મળે તે માટે આ દર્દીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં જ આશરે 150 જેટલા બાળકો ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં છે. છેલ્લા કેટલાક સમયથી પુખ્ત વય જ નહિ પરંતુ નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. અંગદાન મામલે ગુજરાત પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યો કરતાં પાછળ છે.
વગર કોઈ લક્ષણોએ પણ કિડની ફેલ્યોરના કિસ્સા સામે આવતાં હોય છે
તબીબોનું કહેવું છે કે, યુરિન ઓછું આવે, પગમાં સોજા, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પડતો થાક લાગવો, છાતીમાં દુખાવો થવો વગેરે કિડની ફેલ થવાના લક્ષણો છે, વગર કોઈ લક્ષણોએ પણ કિડની ફેલ્યોરના કિસ્સા સામે આવતાં હોય છે. પ્રદૂષણ, એલર્જી રિએક્શન, ગંભીર ઈન્ફેક્શન, હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓના કારણે પણ કિડની ફેલ થતી હોય છે. અનિયંત્રિત ડાયાબિટીસ, ડ્રગ્સ અને દારૂની લત વગેરે કારણો પણ જવાબદાર હોય છે. બીમારીની શરૂઆતના તબક્કે સંતુલિત ખોરાક, નિયમિત કસરત, વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.