લાઈફસ્ટાઈલહેલ્થ

World Kidney Day 2023: આ 4 આદતો તમારી કિડની કરી શકે છે ફેલ

આપણા શરીરમાં કિડનીનું મહત્વ ઘણું વધારે છે, જો તે ખરાબ થઈ જાય તો શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આપણે કિડનીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. તમારી કેટલીક આદતો તમારી કિડની પર ખરાબ અસર કરી શકે છે. જો તમને પણ આ આદતો હોય તો આજથી જ તેને બદલો.

ખરાબ આદતોથી કીડનીને નુકસાન

આજના બદલાતા સમયમાં કિડનીના રોગોમાં પહેલા કરતા ઘણો વધારો થયો છે. જો આપણી કિડની ખરાબ થઈ જાય છે તો શરીર પર તેની ખૂબ ખરાબ અસર થાય છે. અને તેના કારણે આપણા શરીરમાં ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. દરેક વ્યક્તિએ પોતાની કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. અને જો તે પોતાની કીડનીનું ધ્યાન નહી રાખે તો તેને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. ચાલો જાણીએ કઈ એવી ખરાબ આદતો છે જેના કારણે કિડનીને ભારે નુકસાન થાય છે.

કિડની બિમારી-humdekhengenews

ધૂમ્રપાનથી થાય છે નુકસાન

સિગારેટ, હુક્કા, બીડી અને ગાંજા જેવી વસ્તુઓનું ધૂમ્રપાન શરીરના સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે. પરંતુ ધૂમ્રપાનથી આપની કિડનીને પણ ઘણું નુકસાન થઈ શકે છે કારણ કે તેના કિડની પર દબાણ પડેછે. ધૂમ્રપાનને કારણે લોહીની નસોને અસર થાય છે, તે રક્તના પરિભ્રમણને અસર કરે છે, જે આખરે કિડનીને નુકસાન પહોંચાડે છે.

બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી નુકસાન

કિડનીના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર આપણી ખાણીપીણીની આદતોને કારણે થાય છે, તેથી તેવો જ આહાર પસંદ કરો જે કિડની માટે ફાયદાકારક હોય. બિનઆરોગ્યપ્રદ ખોરાક સતત ખાવાથી કિડનીને નુકસાન થઈ શકે છે. તમારે તરત જ પ્રોસેસ્ડ ફૂડ અને સોડિયમ રિચ ફૂડને તમારી ડાયટ લિસ્ટમાંથી દુર કરવા જોઈએ.

કિડની બિમારી-humdekhengenews

આળસ સ્વાસ્થ્ય માટે છે હાનીકારક

જો તમે આળસુ છો, તો તમે ચોક્કસપણે તમારી કિડનીને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છો. તમારે દરરોજ કસરત અથવા શારીરિક પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે. આના કારણે, વજનની નિયંત્રણમાં રહેશે અને બ્લડ પ્રેશરના સંચાલનને કારણે, કિડની પણ સ્વસ્થ રહેશે.

પુરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ ન કરવાથી નુકસાન

કિડનીને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, તો જ ફિલ્ટરિંગ પ્રક્રિયા યોગ્ય રીતે થશે. ડિહાઇડ્રેશન કિડનીની ખરાબ સ્થિતિનું કારણ બની શકે છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, હાઈકોર્ટમાં જાહેર કરી નવી નીતિ

Back to top button