Ali Khamenei: અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત, પરિવારના સદસ્યો પણ માર્યા ગયા

Israel US Strikes in Iran: અમેરિકા-ઈઝરાયલના ઈરાન પરના હુમલા બાદ મધ્ય પૂર્વના ઈતિહાસમાં સૌથી મોટો ભયાનક વળાંક આવ્યો છે, જેમાં ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે, જ્યારે પૌત્રી-પુત્રવધૂ પણ માર્યા ગયા છે. ઈરાની મીડિયાએ સત્તાવાર પુષ્ટિ કરી છે. ઈરાની સરકારે આ ઘટના બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સમાચારની પુષ્ટી કરી
ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ઈરાન પર શનિવારે ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યાની આસપાસ ભીષણ હુમલો કર્યો હતો. આ પછી એક પછી એક હુમલા કરવાનું શરુ થયું હતું, જો કે ઈરાને પણ વળતો જવાબ આપતા આઠ દેશોમાં અમેરિકાના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. હવે ઈરાનમાંથી મોટા અહેવાલ આવતા સર્વોચ્ચ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સમાચારની પુષ્ટી કરી છે.
ઇસ્લામિક રિપબ્લિકના ભવિષ્ય પર સવાલો ઉભા કર્યા
ઈરાનની સમાચાર એજન્સી IRNAએ ખામેનેઈના મૃત્યુનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ આ હુમલાએ ઈરાનના ઇસ્લામિક રિપબ્લિકના ભવિષ્ય પર સવાલો ઉભા કર્યા છે અને તે પ્રાદેશિક અસ્થિરતાનું કારણ બની શકે છે. ખામેનેઈના મૃત્યુ બાદ, ઈરાને બદલો લેવાના હુમલાની ચેતવણી આપી છે. ઈરાનના મીડિયાનું કહેવું છે કે સુપ્રીમ લીડર ખામેનેઈની પુત્રી, પૌત્ર, પુત્રવધૂ અને જમાઈ ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં માર્યા ગયા છે.
US President Donald Trump posts on Truth Social: "Khamenei, one of the most evil people in History, is dead. This is not only Justice for the people of Iran, but for all Great Americans, and those people from many Countries throughout the World, that have been killed or mutilated… pic.twitter.com/90fY092dhW
— Press Trust of India (@PTI_News) March 1, 2026
આયતુલ્લાહ અલી ખામેનેઈ કોણ હતા?
86 વર્ષીય આયતુલ્લાહ અલી ખામેનેઈ એક ધાર્મિક નેતા હતા જેમણે 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યું હતું. તેમણે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક આયતુલ્લાહ રુહોલ્લાહ ખામેનેઈના મૃત્યુ પછી આ પદ સંભાળ્યું હતું. ખામેનેઈએ 1979ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, જેણે યુએસ સમર્થિત શાહને સત્તા પરથી ઉથલાવી દીધા હતા. અત્યાર સુધી, સુપ્રીમ લીડરે દેશના આધ્યાત્મિક નેતા હોવા ઉપરાંત, સરકાર, સૈન્ય અને ન્યાયતંત્ર પર અંતિમ અને સર્વોચ્ચ સત્તા ધરાવતા હતા.
આ પણ વાંચો : ઇઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના રક્ષા મંત્રી અઝીઝ નાસીરજાદેનું મોત












