ગુજરાતટોપ ન્યૂઝ

વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીઃ પાટણની ‘ત્રિકમ બારોટની વાવ’ રાત્રે રોશનીથી ઝળહળી ઉઠી, આરતી કરી જળ ઉપાસના કરવામાં આવી

Text To Speech

પાટણ શહેરના ઐતિહાસિક વારસમાં જેટલું સ્થાન રાણકી વાવનું છે તેટલું જ સ્થાન ત્રિકમ બારોટની વાવનું પણ છે. આ વાવ પથ્થરોમાંથી બનાવવામાં આવી હોવાની માન્યતા છે. ત્યારે ગઈકાલે વર્લ્ડ હેરિટેજ દિવસે વાવમાં દીવડાંઓથી રોશની કરવામાં આવી હતી. આ સાથે જ આરતી કરી જળ ઉપાસના કરવામાં આવી હતી.

વાવ ખાનગી માલિકીની હોવાથી કાળજી લેવાતી નથી
શહેરના દામાજીરાવ બાગ પાસે આવેલી યમુના વાડી નજીક આ વાવ નગરના સદગૃહસ્થ ત્રિકમભાઈ બારોટ દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવી હતી. તેથી તેને ‘ત્રિકમ બારોટની વાવ’ તરીકે ઓળખવામાં આવે છે. શહેરના કલ્ચરલ ફોરમના આશુતોષ પાઠકના જણાવ્યા મુજબ, રાણકી વાવનું ઉત્ખનન થયું નહોતું તે વખતે તેની આસપાસ જે પથ્થરો પડ્યાં હતા. તેનો ઉપયોગ કરીને આ વાવ બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ વાવમાં નાના કદના છ માળ છે. પરંતુ હાલમાં તે ખાનગી માલિકીની હોવાથી કોઈ કાળજી લેતું નથી.

વાવની આરતી કરી જળ ઉપાસના કરવામાં આવી
શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા દ્વારા વખતોવખત સફાઈ કરવામાં આવે છે. વાવની બાંધણી પણ તત્કાલિન સ્થાપત્ય કૌશલ્યની પ્રતીતિ કરાવે છે. સોમવારે વર્લ્ડ હેરિટેજ ડેના પ્રસંગે તંત્ર અને પાલિકા દ્વારા હેરિટેજ વોક રાખવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે વાવમાં રોશની કરવામાં આવી હતી. જેને લઈને વાવ ઝળહળી ઊઠી હતી. આ સાથે જ વાવની આરતી કરી જળ ઉપાસના પણ કરવામાં આવી હતી.

Back to top button