ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

World Hearing Day: બહેરાશના કેસમાં વધારો, આ વર્ષે 1900 જેટલા લોકોનું સોલા સિવિલમાં નિદાન થયું

Text To Speech
  • અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા
  • ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે
  • જન્મજાત બહેરાશને કારણે બાળકોનો વિકાસ સંકુચિત થતો જાય છે

આજે World Hearing Day છે. જેમાં અમદાવાદમાં બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં મહિને 158થી વધુ દર્દી આવી રહ્યાં છે. મોબાઈલમાં ઈયરફોનનો ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ, ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ બહેરાશને નોતરે છે.

અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા

અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા. પરંતુ, ઈયરફોનના ઉપયોગથી બાળકોમાં પણ બહેરાશની સમસ્યા જોવા મળી રહી છે. ડૉક્ટરોના મતે સાંભળવાની પ્રક્રિયામાં કાનના તંતુઓ કામ કરે છે. આ તંતુ સામાન્ય છે કે તકલીફવાળા તે તપાસથી ખબર પડે છે. 60 ડેસિબલ કમ્ફર્ટ લેવલ છે. આથી જેમ-જેમ થ્રેશહોલ્ડ વધતો જાય તેમ તેમ સમસ્યા વધવા લાગે છે.

જન્મજાત બહેરાશને કારણે બાળકોનો વિકાસ સંકુચિત થતો જાય છે

જન્મજાત બહેરાશને કારણે બાળકોનો વિકાસ સંકુચિત થતો જાય છે. દરેક બાળક સરસ રીતે સાંભળી અને બોલી શકે તે માટે સરકાર દ્વારા મફત કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરી આપવામાં આવે છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને કોક્લિયર ઈમ્પ્લાન્ટ નિઃશુલ્ક મળી રહે છે. સોલા સિવિલ હોસ્પિટલાં ઈએનટી વિભાગના હેડ ડૉ. નીના ભૂલડિયાએ જણાવ્યું કે, વર્ષ 2024માં સોલા ઓડિયોલોજ કોલેજમાં સ્પીચ થેરાપીના કુલ 4079 સેશન બાળકો માટે શક્ય બન્યા છે. વયસ્કમાં બહેરાશની સમસ્યા આગળ જતાં ડિપ્રેશન પણ લાવી શકે છે. આ વર્ષે 1900 જેટલા લોકોનું સોલા સિવિલમાં બહેરાશનું નિદાન થયું છે.

ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે

ડોક્ટરોના મતે 60 ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે. 85 ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશતઃ કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. 30 મિનિટથી ઈયરફોનનો કરવો ન જોઈએ.

Back to top button